ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બીએસસી માટે પ્રવેશ પ્રક્રિયા જૂનથી થશે શરૂ

| Updated: May 14, 2022 10:38 am

ગુજરાત બોર્ડ દ્વારા 12 મે, ગુરુવારના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન બીએસસી અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા હજુ જૂન મહિનાથી શરૂ થશે. યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવા માટે હજુ સુધી એજન્સીને હાયર ન કરવાના કારણે પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થશે.

ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન બીએસસી અભ્યાસક્રમો માટેની લગભગ 35 સાયન્સ કોલેજો છે, જે આ વર્ષે વિદ્યાર્થીઓને લગભગ 14,000 બેઠકો આપી રહી છે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ખાનગી એજન્સી દ્વારા હાથ ધરવામાં આવે છે, જેને ટેન્ડર બહાર પાડ્યા બાદ યુનિવર્સિટી દ્વારા પસંદ કરવામાં આવે છે. આ ટેન્ડરમાંથી એજન્સિને પસંદ કરવાની પ્રક્રિયા આશરે એક મહિનાની હોય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત યુનિવર્સિટીએ એડમિશન માટે એજન્સી હાયર કરવા માટે માત્ર ટેન્ડર બહાર પાડ્યા છે. એજન્સી પસંદ કરવાની આ પ્રક્રિયામાં એક મહિનાનો સમય લાગશે અને જ્યારે એજન્સીને હાયર કરવામાં આવશે ત્યારે જ એડમિશન શરૂ થશે. તેથી વિદ્યાર્થીઓ માટે બીએસસી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા જૂન સુધીમાં શરૂ થવાની સંભાવના છે.

ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે કુલ 1,06,347 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ગુરુવારના રોજ જાહેર થયેલા પરિણામોમાં રાજકોટ જિલ્લો 88 ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું હતું, જ્યારે દાહોદ જિલ્લો 40.19 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યો છે. તેમજ કેન્દ્ર મુજબ લાઠી 96.15 ટકા સાથે પ્રથમ અને લીમખેડા 33.33 ટકા પરિણામ સાથે છેલ્લું સ્થાને રહ્યું હતું.

Your email address will not be published.