BSFએ ભારત-પાક બોર્ડર પર ઘુસણખોરી કરતા 4 પાકિસ્તાની માછીમારોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

| Updated: July 7, 2022 10:53 am

કચ્છના હરામી નાળા વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમાર ઝડપાયા હોવાની માહતી મળી રહી છે.આ પાકિસ્તાની માછીમારો હરમીનાળા વિસ્તાર પિલર નંબર 1165 તેમજ 1166 વચ્ચેના ક્ષેત્રમાં ઝડપાયા હોવાની હાલ માહિતી મળી રહી છે.આ ઓપરેશનમાં બીએસએફના જવાનોએ પાકિસ્તાની બોટ કબજે કરી હોવાની માહિતી મળી રહી છે.

ભૂજની BSF ની ટીમ દ્રારા આ મહત્વની કામગીરી કરવામાં આવી છે અને જેને પગલે માછીમારોની ઘૂસણખોરીના પ્રયાસને ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો છે.

BSF ના વિશેષ દળના જવાનોએ પાક.માછીમારોને ઝડપી પાડ્યા હોવાની અહેવાલ મળી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત છે.આ બોટની વધુ તપાસ કરવામાં આવશે.હાલતો કોઇ પણ એવી શંકાસ્પદ સામગ્રી મળી આવી ન હતી.પરંતુ હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Your email address will not be published.