વેનસ્ડે વાઇબ્સ

| Updated: June 22, 2022 11:04 am

આઇટી રેડને પહોંચી વળવા મોક આઇ-ટી રેડની પ્રેક્ટિસ કરતાં બિલ્ડરો

ગુજરાત જેવા ઉદ્યોગસાહસિક રાજ્યમાં નાણા અને બ્લેક મનીની કોઈ અછત નથી. મોટાભાગના બિલ્ડરો તેમના કારોબાર કેશમાં ચલાવે છે અને તાજેતરમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં પણ આ પ્રકારની અયોગ્ય ધંધાકીય રીતરસમોની વાત બહાર આવી છે. આ અંગે એવું સાંભળવામાં આવ્યું છે કે આ બિલ્ડર લોબી તેમના ઘરે મોક-આઇટી રેડ પડાવવામાં વ્યસ્ત છે.

જો આઇ-ટી સર્ચ થાય તો શું કરવું? શું કહેવું? ઘરેણા ક્યાં રાખવા? શું ન કહેવું? આવતીકાલે અચાનક આઇ-ટી ફિસર દરવાજો ખખડાવે તો શું કરવું? આ બધાની ચુસ્ત રીતે પ્રેક્ટિસ કરવામાં આવે છે, તેની વિગતો મેળવાય છે અને રીહર્સલ કરવામાં આવે છે.

કેટલાક કારોબારી ગૃહોએ તો આઇટીના દરોડા અંગે કુટુંબોને તાલીમ આપવાની શરૂઆત કરી દીધી છે. તેઓ રીતસરના વકીલ સાથે બેસીને આ પ્રકારના દરોડામાં કયા પ્રકારના સવાલો પૂછાય છે અને તેના જવાબો શું આપી શકાય તેનું માર્ગદર્શન મેળવે છે. વાસ્તવમાં આનો સરળ જવાબ તો એ છે કે કારોબાર કરનારાએ અયોગ્ય રીતરસમ અપનાવવી જ ન જોઈએ, પરંતુ આપણા પોતાના જ ઘરે મોક-આઇટી રેડ પાડવીએક રીતે તે થોડું ફન જેવું લાગે છે.

રોડ પર કરેલા ખાડા અંગે સીએમએ મ્યુનિ. કમિશનરને જાહેરમાં આડે હાથ લીધા

શહેર પોલીસના એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યા હતા. તેઓ સ્ટેજ પર સ્પિચ આપવા ઉભા થયા ત્યારે ટ્રાફિકની વાત કરી હતી અને ટ્રાફિકની વાત કર્યા બાદ શહેરમાં જાહેર રોડ પર મોટા મોટા ખાડા કરવામાં આવ્યા છે તેના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન રોડની સાઇડમાં કરેલા નાના નાના ખાડા પુરી દે છે પરંતુ મહિનાઓ સુધી રોડ પર પાડેલા મોટા ખાડા પુરતા નથી. તેમ કહી કાર્યક્રમમાં હાજર કોર્પોરેશનના કમિશનર લોચન શહેરા સામે જોયુ હતું. સીએમએ મ્યુનિ. કમિશનરને આડે હાથે લેતાં લોકો જોર જોરથી હસવા લાગ્યા હતા. જ્યારે મ્યુનિ. કમિશનરનો ચહેરો ઉતરી ગયો હતો. સીએમએ વધુમાં જણાવ્યુ હતુ કે, આવી સામાન્ય સમસ્યાઓના કારણે સરકારે કરેલા કામ દેખાતા નથી અને તેની કારણે લોકોમાં ભારે રોષ ફેલાય છે.

સિનિયર IPSને IPL સમયે સ્ટેડિયમના વીઆઇપી લોંચમાં ન ઘુસવા દીધા

શહેરના એક સિનિયર આઇપીએસ અધિકારી મોટા ભાગે સાદા ડ્રેસમાં ફરતા હોય છે. તાજેતરમાં તેઓ IPL મેચ હોવાથી સ્ટેડિયમ પહોચ્યા હતા. તેઓ વીવીઆઇપી લોંચ તરફ જતાં હતા. તે સમયે સિક્યુરિટી ગાર્ડે તેમને રોકી લીધા હતા. આઇપીએસ અધિકારીએ પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકે આપી હતી. છતાં તેમને સિક્યુરિટી ગાર્ડે તેમની પાસે આઇકાર્ડ માગ્યું હતુ. તેઓએ આ અંગે એક ઉચ્ચ આઇપીએસ ઓફિસરને જાણ કરતા આ આઇપીએસ ઓફિસરને લેવા માટે બે પીઆઇ જતાં તેમને આખરે વિઆઇપી ફ્લોર પર આવેલા લોંચમાં પ્રવેશ આપ્યો હતો.

હવે શું તમે કલ્પી શકો છો કે એક વરિષ્ઠ પોલીસ અધિકારી પાસે બે સિક્યોરિટી ગાર્ડ તેમની ઓફિસનો પુરાવો માંગે? ઓફિસર પાસે આવો કોઈ પુરાવો ન હતો. તેથી સિક્યોરિટી ગાર્ડે તેમના ઉપરી અધિકારીને બોલાવ્યા, જે પોલીસ ઇન્સ્પેક્ટરને સુપરવાઇઝ કરી રહ્યા હતા. અબ ઉસકે બાદ ક્યા? એક સલામ… સોરી સોરી… કહાની ખતમ… પેસા હઝમ…ઔર… લંચ હઝમ!

ડીસીપી હવે પોલીસ સ્ટેશનના ખાસ માણસ પણ પોતે નિમણૂંક કરવા લાગ્યા

શહેરના એક ડીસીપીને “સબસે બડા રુપીયા” દેખાતા હોવાની ચર્ચા ચાલી રહી છે. ડીસીપી પોતાના ખાસ માણસ તરીકે એક એસઓજીના પોલીસકર્મીની નિમણૂંક કરી છે એસઓજીના ઉચ્ચ અધિકારી પણ તેમના ખાસ હોવાના કારણે તેમના કહેવાથી તે કોન્સ્ટેબલને રાખ્યાની ચર્ચા છે. બીજી તરફ એસઓજીના કોન્સ્ટેબલના કહેવાથી ડીસીપી હવે પોતાના તાબા હેઠળ આવી રહેલા તમામ પોલીસ સ્ટેશનોના ખાસ માણસોને બદલીને પોતાના માણસોની નિમણૂંક કરી રહ્યા છે. કેમકે જેતે સમયના પોલીસ સ્ટેશનના ખાસ માણસો પર તેમને વિશ્વાસ નથી અને તેમને જે ભાગ મળતો હોય તેના કરતા ઓછો મળતો હોવાની શંકા આઘારે આ નિર્ણય લીધો છે. આ વાત કમિશનર ઓફિસર સુધી પહોચી છે પરંતુ આ અધિકારીને કોઇ પણ અધિકારી કંઇ કહેવા તૈયાર નથી.

Your email address will not be published.