દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ ગઈ અને કેટલાક મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે મળતી માહિતી અનૂસાર
બપોરે 1.24 વાગ્યે સત્ય નિકેતન બિલ્ડીંગ નંબર 173માં મકાન ધરાશાયી થવાનો કોલ ફાયર ઓફિસ કરવામાં આવ્યો હતો અને કોલ આવતાની સાથે છ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે રવાના થયા છે
“એનડીઆરએફના જવાનોએ આજે બપોરે સત્ય નિકેતનમાં ધરાશાયી થયેલી એક નિર્માણાધીન ઈમારતના કાટમાળમાંથી એક વ્યક્તિને બચાવ્યો હોવાની પણ માહિતી મળી રહી છે
“આ એક જૂની ઇમારત હતી અને નવીનીકરણની યોજનાઓ સાથે આગળ વધવા માટે તે સારી સ્થિતિમાં ન હતી. આ ઇમારતને પીજી આવાસમાં રૂપાંતરિત કરવા માટે તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું હતું હેતુ માટે અમુક માળખું તોડી નાખ્યું જેના કારણે પતન થયું
“જ્યારથી રિનોવેશન ચાલી રહ્યું હતું, ત્યારથી બિલ્ડિંગમાં કોઈ રહેતું ન હતું. એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં કોઈ યોગ્ય બિલ્ડિંગ પ્લાન ન હતો. તે આયોજિત બાંધકામ ન હતું અને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા પણ મંજૂર કરવામાં આવ્યું ન હતું
પોલીસ પણ બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે.સ્થળ પર એકઠા થયેલા કાટમાળને હટાવવા અને ફસાયેલા લોકોને બચાવવા માટે જેસીબીની પણ મદદ લેવામાં આવી રહી છે.
હાલ સ્થળ પર બુલડોઝરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે તાત્કાલિક ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.