અમદાવાદમાં જોરદાર વરસાદી ઝાપટું : મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા જુઓ શું થઇ સ્થિતિ

| Updated: October 2, 2021 3:20 pm

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ બપોરના સમયગાળાએ જોરદાર વરસાદી ઝાપટું પડતા મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જતા એએમટીએસ બસ અંડરપાસમાં ફસાઈ ગઈ હતી.

શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં થોડાક જ કલાકના વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. દરેક વખતની જેમ  સામાન્ય વરસાદમાં મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં એક એએમટીએસ બસ ફસાઈ હતી. અંડરપાસમાં પાણી ભરાઈ જતા અનેક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સામાન્ય વરસાદી ઝાપટામાં જ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. ફરી એક વાર વરસાદના તોફાની ઝાપટુ આવતા મહાનગર પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ હતી.

Your email address will not be published. Required fields are marked *