અમદાવાદની 42 હોસ્પિટલોના C ફોર્મ રદ્દ: BU અને ફાયર NOC મામલે મોટી કાર્યવાહી

| Updated: September 7, 2021 3:50 pm

અમદાવાદમાં બીયુ પરમિશન વિનાના એકમો પર AMCએ તવાઇ બોલાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BU (બિલ્ડીંગ યુઝ) પરમિશન મામલે મોટી કાર્યવાહી કરી છે. સોમવારે AMCએ BU પરમિશન અને ફાયર NOC મામલે મોટી કાર્યવાહી હાથ ધરતાં 42 હોસ્પિટલોનાં ફોર્મ C રદ્દ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી પીટીશન અંતર્ગત આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જે હોસ્પિટલોમાં કાર્યવાહી કરવામાં આવી છે એ તમામ 42 હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને 7 દિવસમાં ખસેડી લેવા આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, હવે તેમાં નવા એકેય દર્દીને દાખલ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

આ પહેલા AMCએ જૂનમાં 10 શાળાઓને BU પરમિશન ન હોવાના કારણે સીલ કરી હતી. જેમાં રાણીપ, વાડજ વિસ્તાર વગરની 10 સ્કૂલો સીલ કરાઈ હતી. 10 સ્કૂલો પાસે બીયુ પરમિશન ન હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્પોરેશને 10 સ્કૂલોના કુલ 259 એકમો પણ સીલ કર્યા હતા. ગત આઠ જુલાઇના રોજ રાજ્ય સરકારે ગુજરાતમાં બી.યુ. પરમિશન વગરની હોસ્પિટલોને 31મી માર્ચ, 2022 સુધી નિયમ પાલનમાંથી મુક્તિ આપતો પરિપત્ર જારી કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફાયર સેફ્ટી અને નિયમપાલનના અભાવે આગ દુર્ઘટનાના અવારનવાર કેસો આવતા રહે છે.

Your email address will not be published. Required fields are marked *