શું અમદાવાદ શહેરના ધારાસભ્યો બની શકે છે સુપર સ્પ્રેડર?

| Updated: January 6, 2022 4:42 pm

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા જઈ રહ્યા છે. ગતરોજ એકીસાથે 1637 કેસ સામે આવતા તંત્ર ઉંધા માથું થયું છે જેના કારણે અમદાવાદમાં યોજનાર ફ્લાવર શો રદ્દ કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ શહેરના ધારાસભ્યો સુપર સ્પ્રેડર બની શકે છે. કેમ કે ધારાસભ્યોની ઓફિસમાં દરરોજ મોટી સંખ્યમાં લોકો તેમના વિસ્તારની ફરિયાદ અને ઘણા કામો માટે આવતા હોય છે. જો ધારાસભ્યો કે કોઈ અન્ય વ્યક્તિ કોરોના સંક્રમિક નીકળે તો તમામ વોર્ડ કોરોનાની ચપેટમાં આવી શકે છે.

કોરોના વાયરસે અમદાવાદને બાનમાં લીધું છે. છેલ્લા કેટલાક દિવસથી એક હજારથી વધારે કેસ સામે આવતા પ્રજામાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાક સમયથી ફ્લાવર શો ના આયોજનને લઈ તડામાર તૈયારીઓ કરી રહી હતી જે કોરોના મહામારીને કારણે રદ્દ કરી દેવામાં આવ્યો છે. તો આપણે વાત કરીએ શહેરના ધાસભ્યોની જે હાલની મહામારીને જોતા તેઓના મત વિસ્તારના સુપર સ્પ્રેડર બની શકે છે.

અમદાવાદ શહેરના ધારાસભ્યોની ઓફિસમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાના વિસ્તારની ફરિયાદ અને અન્ય કામો માટે આવતા હોય છે. જેમાં કદાચ ધારાસભ્યને પોઝિટિવ હોય અથવા તેમને મળવા માટે આવેલ વ્યક્તિને પોઝિટિવ હોય તો આખો વોર્ડ કોરોના સંક્રમિત થવાની શક્યતાઓ હોય છે. કારણ કે ધારાસભ્યને કે બીજા કોઈ અન્ય વ્યક્તિને એ વાતની જાણ હોતી નથી કે તેને કોરોના લક્ષણો છે કે નહીં. કદાચ ધારાસભ્યને કોરોના હોય તેને આ અંગે કંઈ જાણ ન હોય અને તે પોતાની ઓફિસમાં જઈને લોકોને મળવા પહોંચી જાય અને તેના સંપર્કમાં આવેલા એક વ્યક્તિ આખા વોર્ડને સંક્રમિત કરી શકે છે.

સંત સંમેલનમાં હાજર બીજેપીના 40 નેતાઓ કોરોના સંક્રમિત

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર તાજેતરમાં જ સંત સંમેલનું એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યમાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, ભૂષણ ભટ્ટ સહિતના ભાજપના 40 નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

અમદાવાદ ફ્લાવર શો કરવામાં આવ્યું રદ્દ

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ને લઈ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પાંચ કરોડ જેટલા આ ફ્લાવર શો માં ખર્ચ કરી દેવામાં આવ્યો હતો. શહેરમાં કોરોનાની મહામારીને જોતા આજે ફ્લાવર શો ને રદ્દ કરી દેવામાં આવ્યો.

Your email address will not be published. Required fields are marked *