કેપ્ટન કોહલીને જુસ્સા અને ઉગ્રતા માટે યાદ કરાશે, જોકે તેનામાં ક્યારેક સહાનુભૂતિનો અભાવ હતો

| Updated: January 16, 2022 9:39 pm

તે 2011નું વર્ષ હતું, અમે વેસ્ટ ઈન્ડિઝનાં ડોમિનિકામાં દરિયા કિનારે એક નાનકડી હોટેલ રૂમમાં હતા. વિરાટ કોહલી ફિડેલ એડવર્ડ્સના બાઉન્સર્સથી પરેશાન હતો અને હમણાં જ ટેસ્ટમાં સ્થાન ગુમાવી બેઠો હતો અને હરભજન સિંહના રૂમમાં ટીવી જોઈ રહ્યો હતો. દરવાજા પર હરભજને પલંગ પર સુતેલા કોહલી તરફ ઈશારો કર્યો અને કહ્યું, “યે લડકા તીન સાલ મેં કેપ્ટન બનેગા!” બીજા દિવસે, જ્યારે હરભજને કહેલી વાત કોહલીને કહેવામાં આવી ત્યારે કોહલીની પ્રતિક્રિયામાં એક વસ્તુ જોવા મળી હતી કે તેને કોઈ આશ્ચર્ય થયું ન હતું, બસ ખુશીની લાગણી હતી. તેને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. કેરેબિયન પ્રવાસ પછીના ઇંગ્લેન્ડના ભારતના પ્રવાસમાં પણ તે જોવા મળ્યો ન હતો.

કદાચ કેપ્ટનશીપ તેના મનમાં હજુ દૂરની વાત હશે.જોકે તેણે કહ્યું કે તમારા સાથી ખેલાડીઓ તમારા વિશે એવું વિચારે છે તે જાણીને આનંદ થયો. તેણે આત્મવિશ્વાસથી કહ્યું અને એમએસ ધોનીને લીડ કરતા જોઈને તેણે શું શિખવા મળ્યું તેની વાત કરી.જ્યારે તેનો સમય આવે ત્યારે તે કેવી રીતે આક્રમક કેપ્ટન બનવા માંગે છે પરંતુ હાલ માટે, તે તેની બેટિંગની પર ધ્યાન આપવા માગે છે. આ બધું હકીકતમાં કોહલીએ કહ્યું હતું અને એક યુવા ખેલાડીનો આત્મવિશ્વાસ જબરદસ્ત હતો જેને હમણાં ડ્રોપ કરવામાં આવ્યો હતો.

એક ખેલાડી તરીકે તેણે જે કર્યું તેમાં તેની મહત્વાકાંક્ષા દેખાતી હતી. બેટિંગ, ફિટનેસ, ફિલ્ડિંગ, કેપ્ટનશિપ, ટેસ્ટ ટીમ માટેનું વિઝન, મેદાન પરની ઉગ્રતા. તેની કેપ્ટનશીપ વખતે ફાસ્ટ બોલરોનાં આધારે નંબર 7 થી નંબર 1 સુધી પહોંચવા માટે વિશ્વભરમાં સ્પર્ધા હતી. હરીફ ટીમો તેનો આદર કરતી હતી. ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાની ક્રિકેટનાં પંડિતો પ્રશંસા કરતાં હતા એક વારસો જે સમયની કસોટી પર ઊભો રહેશે.

છેલ્લા બે કે તેથી વધુ વર્ષોમાંતેના ઓન-ફિલ્ડ વ્યૂહ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. જોકે, મેદાન પર એવા ખાસ નિર્ણયો લીધા નથી કે જેના પર કોઈ પ્રશ્ન કરી શકે. જેમ કે ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ભૂતકાળમાં કહ્યું હતું કે, મેદાન પર કેપ્ટન તરીકે તેનામાં સતત સુધારો થયો છે. તેના ટીકાકારો પણ શાંત થઈ ગયા છે.

અહીં એક વાત રસપ્રદ છે. એક તબક્કે, એવું લાગતું હતું કે તે અસલામતીની ભાવનાનો ઉપયોગ  તેની ક્ષમતા સુધારવા કરતો હતો. આ એક એવો મુદ્દો કે જેને શાસ્ત્રીએ નકાર્યો ન હતો.પરંતુ કોહલીએ ધોરણો ખૂબ ઊંચા સેટ કર્યા અને તેનાં સપનાને પુરા કરવા તે કઠિન નિર્ણયો લેતો હતો.

ઉદાહરણ તરીકે, તે ચેતેશ્વર પૂજારા પાસેથી શું ઈચ્છતો હતો? સ્ટ્રોક પ્લેમાં થોડી વધુ સકારાત્મકતા. તે પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્દેશ્ય વિશે ગણગણાટ કરશે, પાછળથી તેની પોતાની ટિપ્પણીઓને ‘બહારના અવાજ’ તરીકે ઓળખાવશે અને સમર્થન કરશે. ચોક્કસપણે, તે વિદેશમાં ચમકેલા તેના અગ્રણી બેટ્સમેનોમાંનાં એકની સ્ટાઇલને વધુ સપોર્ટ આપી શક્યો હોત.તેના સપોર્ટમાં કદાચ ઉદારતાનો અભાવ હોઈ શકે છે પરંતુ ટીકા એટલી નહોતી જેટલી જોવા મળી હતી.

તાજેતરના સમયમાં પૂજારા સાથે શું થયું? તેને પોતાને જ વધુ મક્કમતાથી બેટિંગ કરવાની જરુર હોવાનું લાગ્યું છે, અને રસપ્રદ વાત એ છે કે તેણે કોહલીની સ્ટાઇલ અપનાવી અને વધુ આક્રમક રીતે બેટિંગ કરી. તેને સમજાયું કે માત્ર ટીમમાં ટકી રહેવું જ જરુરી નથી.

કોહલીને અજિંક્ય રહાણે પાસેથી શું અપેક્ષા હતી?તે દબાણ હેઠળ રમતો હતો. 2018 માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. અને કોઈ પણ જોઈ શકે છે કે ત્યારથી,  ધીમે ધીમે તેણે તેના ડિફેન્સમાં વિશ્વાસ ગુમાવ્યો અને ઝડપી રન બનાવવાનું શરૂ કર્યું. શું તે કોહલીનું પરિણામ હતું કે એવા બેટ્સમેનનું કે જેણે હોમ ગ્રાઉન્ડમાં સારા સ્પિન સામે સંઘર્ષ કર્યો અને જેને વિદેશમાં પોતાના ડિફેન્સ પર બહુ વિશ્વાસ ન હતો? શુ રહાણેમાં હંમેશા આત્મવિશ્વાસની કમી જણાતી હતી અને તેને વધુ સારો કેપ્ટન મળ્યો હોત તો તેણે વધુ સારું પ્રદર્શન કર્યું હોત? જોકે તે સંપૂર્ણપણે અનુમાન હશે. કોઈ ચોક્કસ કહી શકતું નથી. મુખ્ય સમસ્યા રહાણેની પોતાની રમતમાં, તેના પોતાના મગજમાં હતી.

રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગ કરાવવાનો વિચાર રવિ શાસ્ત્રીનો હતો પરંતુ કોહલીએ તેને દિલથી ટેકો આપ્યો. ખાસ કરીને જ્યારે એમ. વિજય નિષ્ફળ જઇ રહ્યો હતો. વિજયનો કિસ્સો પણ રસપ્રદ છે. 2018માં, તેને ઇંગ્લેન્ડની ચાલુ સિરીઝમાં પડતો મૂકવામાં આવ્યો હતો. જોકે એવું પણ ન હતુ કે તેની કારકિર્દી ત્યાં પુરી થઇ ગઇ હતી. કોહલીએ તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પાછો બોલાવ્યો હતો જોકે વિજયની બેટિંગ નિરાશાજનક રહી. વિજય ઇંગ્લેન્ડની સિરીઝમાં રમવા માગતો હતો. જોકે શાસ્ત્રીના શબ્દોમાં કહીએ તો તે એક મોટો નિર્ણય હતો જે કેપ્ટને લેવો પડ્યો હતો.

કેએલ રાહુલે એક સમયે વિચાર્યું હતું કે કે તે ફરી ક્યારેય ટેસ્ટ ક્રિકેટ રમી શકશે નહીં. 2018માં શાસ્ત્રીએ કહ્યું હતું કે કોહલી રાહુલને રોહિત શર્મા સાથે ઓપનિંગ પાર્ટનર બનાવવા માંગતો હતો. ભલે તેણે રન એટલા સાતત્યપૂર્ણ રીતે ન બનાવ્યા પણ કોહલી તેની પડખે રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં ભારતે રહાણેની કપ્તાની હેઠળ જીતેલી સિરીઝ પહેલા કોહલીએ હનુમા વિહારીને બેટ્સમેન તરીકે પસંદ કર્યો હતો. વિહારીએ ટેસ્ટ બચાવવામાં તેની ભૂમિકા ભજવી હતી, જોકે તેને ટીમમાં કાયમી સ્થાન મળ્યું નહીં. વિહારીનું ભાગ્ય અધ્ધતરતાલ રહ્યું તેનું નામ વેઇટિંગ લિસ્ટમાંથી આરએસીમાં જતુ રહેતું હતું.વિહારી દક્ષિણ આફ્રિકામાં શ્રેયસ અય્યર કરતાં આગળ રમ્યો એ હકીકતનો શ્રેય કોહલીને આપવો જોઈએ.

બીજો વિવાદાસ્પદ મામલો રવિચંદ્રન અશ્વિનનો રહ્યો છે, જેણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી કે જ્યારે કુલદીપ યાદવને મેનેજમેન્ટ દ્વારા લાવવામાં આવ્યો ત્યારે તેને નિરાશા થઇ હતી.સિડનીમાં રમાયેલી તે મેચમાં પણ કુલદીપે પર્ફોમન્સ આપ્યું હતું, અશ્વિન ઈજાને કારણે  સવારે જ મેચની બહાર નીકળી ગયો હતો. 2018 સુધીમાં, ગમે તે કારણોસર, તે સ્પષ્ટ હતું કે તે ફીટ ન હતો અને ભારત 2018 ની સાઉથેમ્પ્ટન ટેસ્ટ હારી ગયું હતું જેણે ઇંગ્લેન્ડની સિરીઝને પાટા પરથી ઉતારી દીધી હતી. તેથી કારણ તેની ફિટનેસનું હતું મેનેજમેન્ટનું નહીં.

અશ્વિન અને પૂજારા તથા એક હદ સુધી રહાણેની બાબત સૂચવે છે કે ખેલાડીઓ પોતે ઈચ્છતા હશે કે કોહલી તેમની સાથે વધુ સહાનુભૂતિ રાખે કોઇ તેના પર ભાવનાત્મક અભાવ હોવાનો આરોપ લગાવી શકે છે. વધુ લાગણીશીલ કોહલી સારો હોત પરંતુ તેણે આ રીતે કામ કર્યું. 2021 ની ઓવલ ટેસ્ટમાં સ્પિનરને મદદ કરે તેવી પીચ પર ઈંગ્લેન્ડ સામે, તેણે અશ્વિનને ડ્રોપ કર્યો અને માત્ર રવિન્દ્ર જાડેજાને લીધો.તેની ભારે ચર્ચા થઈ પરંતુ જાડેજાએ બીજા દાવમાં 30 ચુસ્ત ઓવરો ફેંકી, બે વિકેટ લીધી અને ફાસ્ટ બોલરોએ ભારતને વિજય અપાવ્યો. કોહલીએ જાડેજાને રહાણે કરતા આગળ થ્રી-ડાઉન પર રમવા મોકલ્યો હતો.કોહલી અને શાસ્ત્રી બંને મધ્યમ ક્રમમાં ડાબોડી બેટ્સમેનની જરુર અનુભવતા હતા અને 2018ના ઉનાળાથી વિદેશમાં જાડેજાને આગળ કર્યો હતો.જેમાં કેટલાકમાં તે સફળ થયા છે.

માત્ર જાડેજા જ નહીં, તેણે ઈંગ્લેન્ડમાં 2018ની સીરિઝમાં દિનેશ કાર્તિકની નિષ્ફળતા પછી  રિષભ પંતને પણ સપોર્ટ કર્યો હતો.તે સિરીઝમાં ઓવલ ટેસ્ટ પહેલા, જ્યારે પંત વધુ સ્કોર કરી રહ્યો ન હતો, ત્યારે કોહલીએ તેને રૂમમાં બોલાવ્યો અને કહ્યું કે એવું જરુરી નથી કે અનુભવ મેળવવા માટે તમારે 30 મેચ રમવી પડે, તે બે મેચમાં પણ આવી શકે છે. જો કોઈ નહિ કિયા, તુ કર સકતા હૈ. કુછ લિખા થોડી હૈ. પંતે બાદમાં કહ્યું હતું કે એ વાતે મને ઘણી મદદ કરી હતી. તે મને બેસાડીને સમજાવતો હતો અને તે મારા માટે ખૂબ મોટી બાબત હતી.

પાંચ-બોલરોના આક્રમણ અને મુખ્યત્વે ફાસ્ટ બોલરોની તેની પસંદગી વિશે ખાસ કહી શકાય તેમ નથી. કોઈ પણ તેની ફાસ્ટ બોલરોની પસંદગી પર સવાલ ઉઠાવતા નથી. જ્યારે તમારી પાસે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર અને બેક-અપ ફાસ્ટ બોલર્સની એક યુવા લાઇન-અપ હોય, ત્યારે બીજું કંઈ કરવું મૂર્ખામીભર્યું હતું. તે તેનું વિઝન હતું અને તેની પાસે પ્રતિભાશાળી ફાસ્ટ બોલર્સ હોઇ તેણે તેમ કરવાનું પસંદ કર્યું.

દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ ટેસ્ટમાં સ્ટમ્પ માઈક પરની તેની ટિપ્પણીની ટીકા થઇ હતી.પણ તેણે તે કેવી રીતે જોયું? રસપ્રદ રીતે, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે વધારે પડતું હતું?તેણે કહ્યું કે,અમે ત્રણ વિકેટ લીધી હોત, તો રમત બદલાઇ ગઇ હોત. કોહલી એક લડાઇ માટે જીવે છે, તે ન હોય ત્યારે પણ તેના મગજમાં તેનો ભોગ બનવું પસંદ કરે છે. તે પોતાની જાતને એક ખૂણામાં ધકેલી દેવાનું પસંદ કરે છે કારણ કે તે તેને કંઇક મોટું કરવા ઉશ્કેરે છે.  તે પોતાના માટે વિચારે છે તે ટીમ માટે પણ કરે છે.

દસ વર્ષ પહેલાં પણ, જ્યારે તે માત્ર 22 વર્ષનો હતો, ત્યારે કોહલીનો ક્રિકેટિંગ ઇકોસિસ્ટમ વિશે વૈશ્વિક દૃષ્ટિકોણ હતો. તે સાચો છે કે ખોટો તે અહીં મુદ્દો નથી, પરંતુ તે માનતો હતો કે હંમેશા (મૌખિક રીતે) પાછું આપવામાં વિશ્વાસ રાખવો જોઈએ. કેટલાક લોકો એવું માને કે તે તમારા કરતાં ચડિયાતા છે અને તેઓ કંઈપણ કહીને ચાલતાં થઇ જાય તેવા વિચારથી દબાઇ જવાની જરુર નથી. તમે જાણો છો કે મેદાન પર ટીમો ભારતીય ટીમ સાથે કેવી રીતે વાત કરે છે અને હવે ભારતીય ટીમના તમામ યુવાનો હવે તેનો કેવો જવાબ આપે છે. બીજી ટીમોને આઘાત લાગે છે કે તે જે આપે છે તે પાછું મળે છે, અને તેઓ જાણતા નથી કે તેનો કેવી રીતે સામનો કરવો. આ ભારતીય ટીમની સફળતાનું એક કારણ છે, માત્ર હરીફ ટીમનો સામનો કરવાના બદલે આક્મકતાથી વિરોધ કરવો.

સાત વર્ષથી અને ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષથી શાસ્ત્રીનાં સપોર્ટથી ભારતીય ક્રિકેટમાં કોહલીની તાકાત ઘણી વધી હતી.તેણે જે ઈચ્છ્યું તે લગભગ બધુ કર્યું. જોકે છેવટે બધુ બદલાયુ અને તેણે શાસ્ત્રીનો સાથ ગુમાવ્યો, તેણે ટી-20ની કેપ્ટનશીપ છોડી દીધી, વન ડેની ભૂમિકા પણ ગુમાવી, અને હવે ટેસ્ટ કેપ્ટનશીપ પણ છોડી દીધી. જો હવે તે ટી-20 ફોર્મેટ રમવાનું છોડી દે તો આશ્ચર્યની વાત નથી. છેલ્લાં એક દાયકામાં પ્રથમ વખત, તે હવે આઇપીએલ સહિત કોઇ પણ ફોર્મેટમાં કેપ્ટન નહીં હોય. ઈતિહાસ તેની કેપ્ટનશિપને ઉદારતાથી મુલવશે અને તેની બેટિંગ પર ક્યારેય કોઈ ચર્ચા નથી થઈ. કોહલી બેટ્સમેન તરીકે આખરી તબક્કામાં પ્રવેશ કરશે. કદાચ હજુ તેની પાસે પાંચ વર્ષ છે. વ્યૂહાત્મક રીતે, દાર્શનિક રીતે, સ્વભાવની રીતે, તેણે કેપ્ટન તરીકે તેનાથી જે થઇ શકતું હતું તે બધું કર્યું છે. ટેસ્ટ ટીમને રીસેટ કરવાની જરૂર નથી, પરંતુ તે બદલાયેલા કેપ્ટન અને નવી પદ્ધતિઓ સાથે કરી શકે છે.

Your email address will not be published.