સુપ્રીમ કોર્ટની યુપીએ સરકારની ફટકારથી લાગ્યું ભાજપના કો-ઓપરેટીવ સોસાયટી ગેમ પ્લેનને ગ્રહણ

| Updated: July 21, 2021 1:07 pm

મંગળવારે સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૩માં ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાને માન્ય ગણતા બંધારણના 79માં સુધારા ને નકારી કાઢયું છે. દેશના કો-ઓપરેટીવ સેક્ટરમાં સંસદ ને વધુ સત્તા આપવાની વાત અને રાજ્યો ની અધિકાર ક્ષેત્ર ધરાવતી બાબતોમાં પણ સંસદની સર્વોપરી હોવાના હકોની વાત હતી બંધારણના 79માં સુધારા જેને હવે નકારવામાં આવ્યા છે.

ચીફ જસ્ટિસ  ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી પારડીવાલાની ડિવિઝન બેન્ચે તત્કાલીન કેન્દ્ર સરકારને આકરા શબ્દોમાં એવું જણાવ્યું હતું કે, ” જેની સત્તા બંધારણ તમને સીધી રીતે નથી આપતું તે તમે આડકતરી રીતે ન મેળવી શકો.”

સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલ ચુકાદો ભલેને આઠ વર્ષ જૂનો હોય અને તત્કાલીન કેન્દ્ર સરકાર યુપીએ સમક્ષ હોય પણ આજના દિવસે એ ચુકાદા નું મહત્વ અનેક ગણું વધી જાય છે. આ ચુકાદાથી એ વાતનો અંદાજ લગાવી શકાય કે ભવિષ્યમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર સામે અનેક કાયદાકીય અડચણ આવશે અને ખાસ કરીને નવા નિર્માણ પામેલા કોઓપરેશન મંત્રાલય જેનું સંચાલન ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે અને અત્યારથી રાજકીય રીતે સંવેદનશીલ એવા કો-ઓપરેટીવ સેક્ટરમાં મહત્વપૂર્ણ ફેરફારોની દિશામાં આગળ વધી રહ્યા છે.

કો-ઓપરેટીવ ક્ષેત્રના ભીષ્મ પિતામહ ગણાતા અને એનસીપીનું નેતૃત્વ કરતા શરદ પવાર સહિત અનેક વિપક્ષી દળોએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટના વર્ષ 2020ના સુધારાનો વિરોધ દર્શાવી ચૂક્યા છે. આ સુધારાના ઘટનાક્રમ રૂપે તો કેન્દ્રીય કોઓપરેશન મંત્રાલયની સ્થાપના થઈ છે.

મહત્વપૂર્ણ બાબત એ છે કે દેશમાં કુલ 7. 09 લાખ કો-ઓપરેટીવ સોસાયટી છે જેમાં થી 1,63,745 કો-ઓપરેટીવ સોસાયટી સાથે મહારાષ્ટ્ર અગ્રેસર છે અને 79,395 કોપરેટીવ સોસાયટી સાથે ગુજરાત બીજા ક્રમે આવે છે. એ વાતમાં કોઈ આશ્ચર્ય નથી દેશમાં ગુજરાત જ્યારે બીજા ક્રમે આવતું હોય ત્યારે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકારની કો-ઓપરેટીવ સેક્ટરમાં સત્તાનો વિરોધ બીજા કોઈએ નહીં પણ નરેન્દ્ર મોદીએ કર્યો.

કોર્ટ કેસ વિશે વધુ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે એ વાતની પુષ્ટિ કરી કે કો-ઓપરેટીવ ક્ષેત્રમાં બદલાવ કરવાથી રાજ્યોની સત્તા પર સંસદ અતિક્રમણ કરી રહ્યું છે. 
સંવિધાનના અધિનિયમ 2011 અનુસાર 97 માં સુધારા ને હાઇકોર્ટે ફગાવી દીધા અને એ કો-ઓપરેટીવ સોસાયટી સાથે નવા કાયદા લાગુ થઈ શકે એના માટે સંવિધાનમાં ભાગ IX B નો સમાવેશ કર્યો. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા લગાવવામાં આવેલા સુધારા અને તેની સામે નવા સમાવિષ્ટ નિયમોના આદેશ ને સ્વીકૃત કર્યા છે. 

કેન્દ્રની તત્કાલિન યુપીએ સરકારે આ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને જગદીશ રોહિન્ટન નરીમાન, જસ્ટિસ કે. એમ જોસેફ અને જસ્ટિસ બી.આર. ગવઈની બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી.
હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે આ સુધારા અમરને પાત્ર ન હતા કારણ કે રાજ્યોની વિધાનસભામાં બહુમતી સાથે આ સુધારો પસાર કરવામાં નથી આવ્યો જે બંધારણ મુજબ કલમ 368 (2) પ્રમાણે જરૂરી છે. 

કલમ 368 (2) મુજબ બધા જ રાજ્યની વિધાનસભામાં અડધાથી ઉપરની બહુમતીની આવશ્યકતા હોય છે જો રાજ્યના અધિકાર ક્ષેત્રમાં કોઈપણ બાબતે સુધારા કરવાના હોય ત્યારે બંધારણની સાતમી સૂચિના 2જા નંબરના લિસ્ટમાં 32મી એંટ્રી મુજબ કો-ઓપરેટીવ સોસાયટી રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ છે અને પાર્ટ IX Bને લાગુ કરવા માટેના સુધારાને કલમ 368(2) હેઠળ બહુમતિની આવશ્યકતા છે એવું હાઈકોર્ટે જણાવ્યું.
હાઈકોર્ટે મુખ્ય જોગવાઈ વિશે વાત કરતા એ વાત તરફ ધ્યાન દોર્યું કે પાર્ટ IXB થકી રાજ્યોનો અધિકાર ક્ષેત્ર ઘટાડવાની વાત કરે છે ખાસ કરીને કો-ઓપરેટીવ સોસાયટીને લગતી બાબતો વિશે.

સામાન્ય રીતે જોઈએ તો આ સુધારાથી કો ઓપરેટીવ સોસાયટીમાં ડિરેક્ટરની સંખ્યા 21થી વધુ ન કરવા, બોર્ડ મેમ્બરના કાર્યકારી વર્ષની અવધિ ને 5 વર્ષ રાખવા જેવી બાબતો ન સત્તા રાજ્ય સરકાર પાસેથી લઈને કેન્દ્ર સરકારને આપવાનું ઉલ્લેખ છે. સમય સમય પર થતી ઓડિટ, ઓપરેટીવ સોસાયટીની ચૂંટણી અને નાણાકીય ખાતાઓનું ઇન્કમટેક્સ રિટર્ન જેવી બાબતો પણ હતી અને આ સુધારાના અમલથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની આ તમામ અધિકાર શક્તિ પર લગામ ખેંચવા માંગતું હતું.

વર્તમાન સમયમાં દેશની ધનવાન કો-ઓપરેટીવ સોસાયટી પર પોતાનો કબજો જમાવવા મોદી સરકારએ કોપરેશન મંત્રાલયની રચના કરી છે એવું વિપક્ષી દળો માની રહ્યા છે.
તેમની દલીલ મુજબ સપ્ટેમ્બર 2020માં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટના સુધારા પ્રમાણે કેન્દ્ર સરકાર દેશની તમામ કો.ઓપરેટીવ બેંકોને આરબીઆઇની સીધી નિગરાણી હેઠળ મૂકે છે. એટલે કે આ સુધારાના અમલથી કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર પર સર્વોપરી રહેશે આરબીઆઈ.

આ સમગ્ર મામલે વિપક્ષી દળો શું વિચારે છે એનો સ્પષ્ટ ચિત્ર શરદ પવાર અને સી.પી.એમ નેતા થોમસ આઈઝાક નરેન્દ્ર મોદી ને મળ્યા બાદ આપેલ નિવેદનથી મળે છે.

નવા મંત્રાલયની જાહેરાત બાદ શરદ પવારે નિવેદન આપ્યું હતું કે, ” સંવિધાનની જોગવાઈ મુજબ કો-ઓપરેટિવ સેક્ટરની સંસ્થાઓ રાજ્યના અધિકાર હેઠળ સમાવિષ્ટ છે. કેન્દ્ર સરકાર શું વિચારે છે તે હજી સ્પષ્ટ નથી અને કદાચ એ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા કાયદાઓ, જે રીતે કૃષિ ક્ષેત્રના ત્રણ કાયદાઓ બહાર પાડવામાં આવ્યા હતા અને જેનો વિરોધ અત્યારે દેશ કરી રહ્યો છે એવા જ કોઈ કાયદાઓ આ નવું મંત્રાલય બહાર પાડશે એના પરથી જ ખ્યાલ આવશે કે કેન્દ્ર સરકારના મનમાં શું ચાલી રહ્યું છે.”

નવ- રચિત કોઓપરેશન મંત્રાલયને ગહ મંત્રાલયની હેઠળ મૂકી નરેન્દ્ર મોદી શું સાબિત કરવા માંગે છે? વર્ષો પહેલા ગુજરાત કો-ઓપરેટિવ સેક્ટરમાં અમિત શાહે કરેલા કામને ફરીથી કરવાનું આ ગુપ્ત એજન્ડા તો નથી ને? તેમના માટે થોડું મુશ્કેલ રહેશે કારણકે આ સેક્ટરની સત્તા રાજ્યના હાથમાં છે અને તેઓ કદાચ આરબીઆઈ પાસેથી પણ મદદથી થોડી અપેક્ષા રાખી રહ્યા છે.

6 જુલાઈના રોજ કેન્દ્રએ કરેલી સત્તાવાર જાહેરાત મુજબ કોપરેટીવ સેક્ટર માટે આ નવુ મંત્રાલય એક અલગ વહીવટી અને કાનૂની માળખું તૈયાર કરશે જેનાથી આંતરરાજ્ય પ્રમાણિત એવી મલ્ટી – સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટીની રચના થઈ શકશે. 

આ જાહેરાત અને આ મંત્રાલયની રચના અત્યંત અગત્યની છે કારણકે મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યોની કો-ઓપરેટીવ સોસાયટી ખૂબ જ મજબૂત છે અને ઘણી વિપક્ષી પાર્ટીઓને આવી સોસાયટી તરફથી બળ પ્રાપ્ત થાય છે જ્યારે કે આ ક્ષેત્રોમાં ભાજપની સરકાર નથી. એ વાત નોંધ લેવા જેવી છે કે વર્તમાન સમયની શિવસેના એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારના 16 કેબિનેટ મંત્રીઓએ પોતાની રાજકીય કારકિર્દી કો-ઓપરેટિવ સેક્ટરથી પ્રારંભ કરી હતી અને આ સૌ કોઇ માં શરદ પવારનું નામ મોખરે છે. 

ગુજરાત એક શ્રેષ્ઠ દાખલો છે જે દેખાડે છે કેવી રીતે બીજેપીને બે દાયકાની મહેનત પછી 80,000 કો-ઓપરેટીવ ક્ષેત્રની વિવિધ સંસ્થાઓ પર પ્રભુત્વ મેળવી ગ્રામીણ વિસ્તારોમાંથી કોંગ્રેસને દૂર કરી રાજ્યમાં પોતાની સરકારની સ્થાપના કરી અને હવે તેઓ ઊંચું લક્ષ્ય ભેદવાની તૈયારી કરી રહ્યા છે – કાએરા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર કોપરેટીવ યુનિયન અથવા તો વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડ અમૂલના નિર્માણકર્તા.

ગત વર્ષે ગુજરાત સરકારે અમુલની મેનેજિંગ કમિટીમાં ત્રણ નવા સદસ્યોની વરણીની કોશિશ કરી છે અને આ મામલો અત્યારે ગુજરાત હાઇકોર્ટમાં છે. અમૂલના વાઇસ ચેરમેન અને બોરસદના કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે રાજ્ય સરકારની આ કોશિશ ને આ કો-ઓપરેટીવ સોસાયટી પર ભાજપની સત્તા માટે કૃતિમ બહુમતી ઉભી કરવાનું કાવતરું ઘડયું છે એમ જણાવે છે.

વર્તમાન સમયમાં અમુલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામાન્યપણે ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રતિનિધિઓ છે અને બોર્ડના ચેરમેન રામસિંહ પરમાર કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય છે જેમણે પક્ષ પલટો કરી અને ભાજપમાંથી જીત મેળવી.

Your email address will not be published.