10 વર્ષના બાળકની ‘મેક-અપ’ કરવાની કળા જોઈ તમે પણ થશો મંત્રમુગ્ધ!

September 24, 2021 8:11 am

શું તમે સુંદર આઈલાઈનર લગાવવાની કળામાં નિપુણતા મેળવવા માંગો છો? જો હા, તો એક 10 વર્ષના છોકરા પાસેથી પ્રેરણા લો જે વાસ્તવમાં મેક-અપ કરવામાં માહિર છે. એ નક્કી તમારી સુંદરમાં ચાર ચાંદ લગાવશે. યુકેનો જેક, જે ઇન્સ્ટાગ્રામ પર kemakeuupbyjack ના નામથી જાણીતો છે. તે 70.2kની ફેન ફોલોઇંગ પહેલાથી જ ધરાવે છે. ફેસબુક પેજ VibeswithBae પર […]

IPLમાં ફરીથી કોરોનાનો પગપેસારોઃ હૈદરાબાદનો ટી. નટરાજન પોઝિટિવ

September 22, 2021 3:58 pm

ખેલાડીઓને કોરોનાથી બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા હોવા છતાં આઇપીએલમાં કોરોનાએ ફરીથી પગપેસારો કર્યો છે. હૈદરાબાદનો ખેલાડી ટી. નટરાજન કોરોનાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું છે. ટીમ સાથેના એક ખેલાડી અને 5 સ્ટાફ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે જેના કારણે આઈપીએલની ગેમને અસર થશે તેમ માનવામાં આવે છે. ટીમનો ઓલરાઉન્ડર વિજય શંકર પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. […]

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કપાયું નાક : ન્યુઝીલેન્ડ બાદ આ ટીમે પણ રદ્દ કર્યો પાકિસ્તાન પ્રવાસ

September 20, 2021 10:18 pm

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બીજો મોટો ઝટકો લાગ્યો છે. હજુ બે દિવસ પહેલા જ ન્યુઝીલેન્ડે પોતાનો ક્રિકેટ પ્રવાસ રદ્દ કર્યો હતો ત્યારે હવે ઇંગ્લેન્ડની ટીમે પણ પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો છે. જાણે વાગ્યા પર મીઠું ભભરાવ્યુ હોય તેવી હાલત હાલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની થઇ છે.      સુરક્ષા વ્યવસ્થાને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ન્યુઝીલેન્ડે વિશ્વાસ કર્યો […]

વિરાટ કોહલી T-20 ફોર્મેટમાં કેપ્ટન પદેથી આપશે રાજીનામું : ટ્વીટ કરીને આપી જાણકારી

September 16, 2021 8:34 pm

વિરાટ કોહલીના ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે આગામી આઇસીસી ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટી 20 ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપી દેશે. કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરેલા નિવેદનમાં લખ્યું હતું, “મેં ઓક્ટોબરમાં દુબઈમાં યોજાયેલ ટી 20 વર્લ્ડ કપ બાદ ટી […]

ક્રિકેટ રસિયાઓ માટે નિરાશા : IND VS ENG માન્ચેસ્ટર ટેસ્ટ થઇ રદ્દ

September 10, 2021 4:36 pm

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર માન્ચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ મેચ રદ્દ થઇ છે. ઇંગ્લેન્ડ ક્રિકેટબોર્ડે ટ્વીટ કરીને જાણકારી આપી છે. ટીમના તમામ ખેલાડીયોનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ મેચ રમાય તેવી શક્યતા હતી. પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું છે. પાંચમી ટેસ્ટ મેચ રદ્દ થતા શ્રેણીમાં ભારતે 2-1 ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમના […]

સાવધાન! કોરોનાના નવા લક્ષણો ઉમેરાયા, હવે માથાનો દુખાવો અને બહેરાશની સમસ્યા

September 7, 2021 9:12 am

કોરોના વાયરસ (કોવિડ -19) ફરી એકવાર ચિંતાનો વિષય બની રહ્યો છે. આ વાયરસ માત્ર પોતાનું સ્વરૂપ જ બદલી રહ્યો નથી, પરંતુ તેના ચેપને કારણે થતા લક્ષણો પણ ઝડપથી બદલાઈ રહ્યા છે. અગાઉની કોરોના લહેરમાં લોકોને સામાન્ય રીતે તાવ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો હતા, પરંતુ હવે કોવિડ -19ના નવા લક્ષણો પણ આવ્યા છે. હવે દર્દીઓને માથામાં […]

શેલ્બી હોસ્પિટલ દ્વારા માનસિક રોગથી પીડાતા દર્દી માટે નવું સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

September 7, 2021 12:23 pm

“વર્લ્ડ સ્પાઇનલ ઇજાના જાગૃતિ દિવસ” અને “શિક્ષક દિવસ” ના પ્રસંગે, શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે પુનર્વસન વિજ્ઞાનની સંપૂર્ણ નવી શાખા ખોલી છે જેને “શેલ્બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિહેબિલિટેશન સાયન્સ” કહેવાય છે. આ નવું કેન્દ્ર ઘુમા, બોપલમાં કૃષ્ણ શાલ્બી હોસ્પિટલ ખાતે સ્થિત છે. આ નવું કેન્દ્ર દર્દીની સારવાર પછીની મુસાફરી વચ્ચેના અંતરને દૂર કરવા માટે ખોલવામાં આવ્યું છે. આજની […]

ફિટનેસને બદનામ ન કરો, માનસિક તંદુરસ્તીને પણ એટલું જ મહત્ત્વ આપો

September 5, 2021 12:49 pm

તાજેતરમાં એક જાણીતા એક્ટરનું હાર્ટ એેટેકના કારણે મૃત્યુ થયું તેનાથી લોકો દુખી છે અને તેમને આંચકો લાગ્યો છે. આ ઘટના પછી આપણે બધા આપણી જીવનશૈલી કેટલી સારી-ખરાબ છે તેની ચર્ચા કરવા લાગ્યા છીએ. લોકો કહે છે કે, “તે ફીટ હતો અને છતાં હાર્ટ એટેક આવ્યો. તો પછી જિમમાં જવાનો કે યોગ્ય આહાર લેવાનો શું ફાયદો?” […]

હેપ્પી બર્થડે 108! દર કલાકે 16 વ્યક્તિના જીવ બચાવી 14 વર્ષ પુરા કર્યા

September 4, 2021 11:52 pm

જ્યારે જીવન પર જોખમ આવે ત્યારે તરત યાદ આવતું એક એવું નામ એટલે 108. લાખો લોકોને નવજીવન આપતી ઈમરજન્સી સેવા 108ની આજે હેપ્પી બર્થ ડે છે. GMK EMRI 108 એમ્બ્યુલન્સ સેવાએ ગુજરાતમાં કામગીરીના 14 વર્ષ પૂર્ણ કર્યા. કુદરતી હોય કે માનવસર્જીત, આપત્તિના સમયે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા લોકોને તે તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડે છે. આ એમ્બુલન્સ સેવાએ અનેક […]

ટોક્યો પેરાલિમ્પિક્સમાં વિનોદ કુમાર ‘અયોગ્ય’ ઠરતા કાંસ્ય પદક ગુમાવ્યો

August 30, 2021 4:22 pm

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના વિનોદ કુમારને વિક્લાંગતાના કેલિસિફિકેશનમાં ‘અયોગ્ય’ ઠરતા કાંસ્યપદક ગુમાવવો પડ્યો છે. ભારત માટે આ મોટો આંચકો છે. ભારતને અત્યાર સુધીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય પદક મળ્યા હતા. વિનોદે પેરાલમ્પિકમાં પુરૂષ વર્ગમાં એફ 52 ચક્ર ફેંકની સ્પર્ધામાં કાંસ્યપદક ગમાવ્યો છે. એફ 52માં એવા એથલેટ્સ ભાગ લેતા હોય છે જેઓની માંસપેશીઓની ક્ષમતા નબળી […]