અમદાવાદના કબ્રસ્તાનોમાંથી તાત્કાલિક અસરથી અતિક્રમણ દૂર કરવાનો ટ્રિબ્યુનલનો હુકમ

October 19, 2021 11:22 am

મુસ્લિમ સમુદાયો માટે બનેલા કબ્રસ્તાનો માં મોટાપાયે થયેલાઅતિક્રમણ અંગે ગંભીર નોંધ લેતા, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલે વકફ બોર્ડને 15 દિવસની અંદર આવા અતિક્રમણ દૂર કરવા નિર્દેશ આપ્યો છે. ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન, પીર કમાલ અને લાલઘુમટી કબ્રસ્તાન અને શાહીબાગ ખાતે મુસા સુહાગ કબ્રસ્તાનમાં ઘણા વર્ષોથી ઘણું અતિક્રમણ જોવા મળ્યું છે. મુસા સુહાગ કબ્રસ્તાનના કિસ્સામાં શહેર પોલીસ […]

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022ને રાજ્ય સરકાર આપી રહી છે છેલ્લી ઓપ

October 19, 2021 10:46 am

2003થી શરૂ થનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કોરોના મહામારી બાદ પ્રથમ વાર થશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ સમિટને ગુજરાત સરકાર દ્વારા છેલ્લી ઓપ અપાઈ રહી છે.    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભ્પેન્દ્રભાઈ પટેલ તેમજ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાઇબ્રન્ટ સમિટના આયોજન અંગે માર્ગદર્શન […]

ડીસાના પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો, ચારના કરુણ મોત

October 18, 2021 9:32 pm

ડીસાના લક્ષ્મીપુરાના એક પરિવારને રાજસ્થાનમાં ભયંકર અકસ્માત નડ્યો છે, જેમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ડીસાનો સુથાર પરિવાર યાત્રાએ ગયો હતો ત્યારે રાજસ્થાનના બાડમેર પાસે ભગતસિંહ મેઘ હાઇવે પર અકસ્માત થયો હતો. બોલેરો અને ટ્રક સામસામે ટકરાતા આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં એકજ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. બાડમેર પાસે […]

ફેબ ઇન્ડિયાએ દિવાળીને ‘જશ્ન-એ-રિવાઝ’ તરીકે ઓળખાવતા સોશિયલ મીડિયામાં દેકારોઃ અંતે એડ રદ કરવી પડી

October 18, 2021 8:49 pm

ક્લોધિંક બ્રાન્ડ ફેબ ઇન્ડિયાએ દિવાળીના તહેવારો નિમિત્તે બનાવેલી પ્રમોશનલ એડને ભારે વિરોધ બાદ રદ કરવી પડી છે. ફેબ ઇન્ડિયાએ દિવાળી 2021 કલેક્શનનો પ્રચાર ‘જશ્ન-એ-રિવાઝ’ તરીકે કરતા સોશિયલ મીડિયામાં કંપનીને ટ્રોલ કરવામાં આવી હતી. ટ્વિટર પર #BoycottFabindia ટ્રેન્ડ શરૂ થયો હતો જેમાં કંપનીની ભારે ટીકા કરવામાં આવી હતી. આ વિરોધના કારણે તેમના નવા કલેક્શનનો પ્રચાર કરતી […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

October 18, 2021 7:08 pm

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરે ઇન્જેક્શન લઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. ડોક્ટર બેભાન હાલતમાં મળી આવતા તેના સાથી ડોક્ટરો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં લઇ ગયા હતા. આ બનાવની જાણ થતા સિવિલ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો છે. બીજી તરફ શાહીબાગ પોલીસને પણ આ વાતની જાણ થતાં પોલીસની ટીમ તપાસ માટે પહોચી હતી. […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ નહીં રહેઃ લોકોની માંગને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

October 19, 2021 1:22 pm

28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2021 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટિને બંધ રાખવાની જાહેરાત રદ કરવામાં આવી છે. સરકારે જાહેરાત કરી છે કે લોકોની લોકપ્રિય માંગને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટિને બંધ રાખવાનો નિર્ણય રદ કરાયો છે. પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીને થોડા દિવસો માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન કેવડિયા […]

ડીસામાં ડેન્ગ્યુએ ઉચક્યું માથુ : આરોગ્યતંત્ર થયું દોડતુ

October 18, 2021 5:38 pm

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ડેન્ગ્યુના શંકાસ્પદ કેશ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. ડેન્ગ્યુના કેસોમાં વધારો ન થાય તે માટેની કામગીરી હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લામાં દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવી મચ્છર જન્ય બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે. આ વર્ષે પણ બનાસકાંઠા જીલ્લાના ડીસામાથી ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો મળી […]

ગાંધી આશ્રમ રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટ: કન્સેપ્ટ નોટ તૈયાર કરવા ટ્રસ્ટને અપાયો આદેશ

October 19, 2021 1:27 pm

કેન્દ્ર સરકારે 1,200 કરોડના સાબરમતી આશ્રમ પ્રોજેક્ટ માટે લીલી ઝંડી લહેરાવી છે, ત્યારે  SAPMT એ રવિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, “અમદાવાદમાં સાબરમતી આશ્રમ વિસ્તાર માટેની પુન:વિકાસ દરખાસ્તને કારણે ઘણી ચર્ચાઓ થઈ છે અને ઘણી ચિંતાઓ ઉભી થઈ છે. “ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો જે વિસ્તારની મુલાકાત લે છે તે મૂળ આશ્રમનો […]

ખાતર પર સબસિડી વધીઃ ખેડૂતોને રાહત આપતી મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત

October 19, 2021 1:27 pm

ખાતરના ભાવવધારાથી પરેશાન ખેડૂતોને રાહત આપતી એક જાહેરાત મંત્રી મનસુખ માંડવિયાએ કરી છે. તેમણે કહ્યું છે કે નવા વધારેલા ભાવ પ્રમાણે સબસિડીમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. કેટલીક ખાતર ઉત્પાદક કંપનીઓએ ખાતરમાં ભાવવધારો કર્યો હતો, જે પાછો ખેંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં ખાતરનાં ભાવ અંગે નારાજગી પ્રવર્તે છે અને ખેડૂતો તેનો […]

અમદાવાદ સિવિલમાં ડોક્ટરનો આત્મહત્યાનો પ્રયાસ

October 18, 2021 3:39 pm

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ડોકટર ચિરાગ ચૌધરીએ અંગત કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાના કારણે તબીબી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોક્ટરે ઇન્જેક્શન લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સૂત્રોએ આપેલી પ્રાથમિક માહિતી પ્રમાણે ડોકટરે હોસ્ટેલના રૂમમાં ઇન્જેક્શન […]

ખેડૂતો મુશ્કેલીમાં : રોવડાવી રહ્યા છે પેટ્રોલ ડીઝલના કમરતોડ ભાવ

October 18, 2021 3:25 pm

વધતી જતી મોંઘવારીના કારણે જનતા પરેશાન છે. ખેડૂતોને અનેક મુશ્કેલીયોની સાથે વધુ એક માર સહન કરવો પડ્યો છે. પહેલા કોરોનાકાળ અને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ભાવવધારો ઝીંકાતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લામાં ખરીફ સીઝનમાં મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. હવે પાક તૈયાર થયો છે ત્યારે સતત વધતા […]

ગુજરાત ગેસના CNG, PNGના ભાવમાં ફરી વધારોઃ જાણો હવે કેટલામાં પડશે ગેસ

October 19, 2021 1:27 pm

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે લોકો સીએનજી તરફ વળ્યા હતા, પરંતુ ગેસના ભાવમાં પણ હવે વધારો થઈ રહ્યો છે. ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં કિલો દીઠ 2.68નો અને પીએનજીના ભાવમાં કિલો દીઠ 1.35 નો વધારો થયો છે. સીએનજીના ભાવ વધવાથી ઓટો ચાલકોને વધુ ફટકો પડ્યો છે. તાજેતરમાં અદાણીએ પણ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો […]

આ વર્ષે લાખોની સંખ્યામાં સુરખાબ પક્ષી કચ્છના રણમાં ઊતરી આવ્યા

October 18, 2021 2:15 pm

કચ્છની ઓળખ બની ગયેલા પ્રવાસી પક્ષી સુરખાબથી હવે ગુજરાતવાસીઓ અજાણ નથી. સુરખાબ માટે સમગ્ર દક્ષિણ એશિયામાં એકમાત્ર અભયારણ્ય કચ્છમાં છે. આ પક્ષીઓ મોટાભાગે માનવવસ્તીથી દૂર રહેવાનું પસંદ કરે છે. કચ્છમાં તેમના માટે વિસ્તાર રક્ષિત છે, જ્યાં કોઈ જઈ શકતું નથી. કચ્છમાં લાખોની સંખ્યામાં સુરખાબ પક્ષીઓ શા માટે આવી ચડે છે તેનું કારણ કચ્છના રણમાં ભરાઈ રહેતું છીછરું […]

સુરતની વિવા પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ, એક કામદારનું મોત

October 18, 2021 2:10 pm

સુરતના કડોદરા GIDCમાં સ્થિત વિવા પેકેજીંગ કંપનીમાં બિલ્ડિંગના પાંચમાં માળે ભીષણ આગની ઘટના સામે આવી છે. ઘટના સ્થળ પર ફાયરબ્રિગેડની 10 ગાડીઓ પહોંચીને આ આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ આ ઘટનાએ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. રવિવારે મોડી રાત્રે સુરતના સચિન જીઆઇડીસી ખાતેના વિવા પેકેજિંગ કંપનીની આગ એટલી ભીષણ હતી કે ફસાયેલા […]

વડોદરા ‘ઇસ્લામિક પ્રવૃત્તિઓ’ અને ગેરકાયદેસર ભંડોળ કેસ: આરોપીઓ સાત દિવસની કસ્ટડીમાં

October 18, 2021 8:58 am

વડોદરા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કે જે FMI ચેરીટેબલ ટ્રસ્ટના “ઇસ્લામિક પ્રવૃત્તિઓના ગેરકાયદેસર ભંડોળ”ના કથિત કેસની તપાસ માટે રચાયેલી છે. જેમાં મસ્જિદોનું નિર્માણ અને તોફાનોના આરોપીઓ અને CAA વિરોધીઓનો સમાવેશ થાય છે. SIT દ્વારા આ કેસમાં સલાહુદ્દીન શેખ અને મોહમ્મદ ઉમર ગૌતમ નામના બે આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મધ્યરાત્રિ પછીની સુનાવણી બાદ […]

મહેસાણા હાઇવે પર સ્કોર્પિયો કાર કૂવામાં ખાબકી, એક બાળક અને મહીલાનું ઘટના સ્થળે મોત

October 18, 2021 7:11 am

હાઇવે પર અકસ્માતની વણઝાર થઈ છે, તયારે મેહસાણા હાઇવે પર કરુણ અકસ્માત સર્જાયો હતો.. રવિવારે રાત્રે મેહસાણા પાસે આવેલા સતલાસણા પાસે એક બાઇકને બચાવવા જતા સ્કોર્પિયો કારે ગાડીનો કાબુ ગુમાવતા કાર નજીકના એક કૂવામાં ખાબકી હતી. જેથી કારમાં સવાર એક બાળક અને મહીલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે […]

અમદાવાદના કાફેમાં નવરાત્રી દરમિયાન ગાઈડલાઈન્સના ઉડ્યા ધજાગરા

October 17, 2021 7:43 pm

રાજ્યમાં કોવિડ -19 ની પરિસ્થિતિને ધ્યાને રાખી, ગુજરાત સરકારે 400 લોકોની મર્યાદા સાથે ફક્ત રહેણાંક સ્થળોએ ગરબા યોજવાની મંજૂરી આપી હતી. સાથે જ  પાર્ટી પ્લોટ, ક્લબ અથવા અન્ય કોઈપણ ખુલ્લા સ્થળો સહિત વ્યાપારી ગરબા સ્થળો નવરાત્રિની ઉજવણી માટે મંજૂરી આપી ન હતી. જોકે, અમદાવાદમાં એક કાફે સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા પકડાયું હતું. ગુરુવારે એસ.પી રીંગ […]

વધતી જતી મોંઘવારી વિરુદ્ધ AIMIMના વિરોધ પ્રદર્શન

October 17, 2021 6:26 pm

દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીને લઈને AIMIM દ્વારા સતત દેખાવો અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. રવિવારે ફરી એક વાર અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. AIMIMના આશરે 100થી વધુ કાર્યકર્તાઓએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેઓ હાથમાં પ્લેકાર્ડ્સ અને પોસ્ટર્સ તેમજ બેનર્સ લઈને પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. ગત સપ્તાહે પણ […]

સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રમુખ પાટીલે ગઢડામાં યાત્રીભવનનું લોકાર્પણ કર્યું

October 17, 2021 5:25 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં 20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું. તેમણે શ્રીજીના પૂજન અર્ચન પણ કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સૌરભ ભાઈ પટેલ, આત્મારામ ભાઈ પરમાર તેમજ ગોપીનાથજી મંદિર ના ટ્રસ્ટીઓ રાકેશ પ્રસાદજી મહારાજ […]

અમદાવાદના કલેક્ટરે 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર આપ્યા

October 17, 2021 4:42 pm

અમદાવાદના જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર આપ્યા છે. છેલ્લા સાત વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને ભારતની નાગરિકતા મળી શકે છે. તેના માટે બંધારણીય પ્રક્રિયા અને ચકાસણીમાંથી પસાર થવું પડે છે. ત્યાર પછી નિયમિત રીતે કલેક્ટર કચેરી પરથી નાગરિકતા પત્ર મળતા હોય છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં […]