સીબીઆઈની FCRAના ઉલ્લંઘનને લઈને એનજીઓ પર કાર્યવાહી, 40 સ્થાનો પર દરોડા પાડ્યા

| Updated: May 11, 2022 3:47 pm

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંગળવારે NGO દ્વારા કથિત વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ, 2020 (FCRA) ના ઉલ્લંઘનનામાં લગભગ 40 સ્થાનો પર દરોડા પાડ્યા હતા. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સીબીઆઈને ફરિયાદ કરવામાં આવ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

સીબીઆઈ (CBI) અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીએ FCRAના ઉલ્લંઘનમાં વિદેશી ડોનેશન ક્લિયરન્સની કથિત રીતે સુવિધા આપવા બદલ ગૃહ મંત્રાલયના અધિકારીઓ, NGO પ્રતિનિધિઓ અને મધ્યસ્થીઓ સહિત લગભગ 14 લોકોની ધરપકડ પણ કરી હતી. ધરપકડ કરાયેલા કેટલાક અધિકારીઓ અને અન્યો સામે ધરપકડની ઔપચારિકતા ચાલી રહી છે.

આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલને કોરોનામાં તાવ ન ઉતરતા હોસ્પિટલમાં દાખલ કરાયા

એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓપરેશન દરમિયાન, FCRA નિયમોના કથિત ઉલ્લંઘનમાં એનજીઓને વિદેશી દાનની મંજૂરી આપવા માટે ઘણા અધિકારીઓ લાંચની આપલેમાં સામેલ હતા.

અધિકારીએ આગળ ઉમેરતા કહ્યું કે, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોઈમ્બતુર, મૈસુર અને રાજસ્થાનના કેટલાક સ્થળો સહિત લગભગ 40 સ્થળોએ સંકલિત કામગીરી ચાલી રહી છે. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં આશરે 2 કરોડ રૂપિયાના હવાલા વ્યવહારોનો ખુલાસો થયો છે.

Your email address will not be published.