સીડીઆરસીનો દર્દીને નિદાન પાછળ કરેલા ખર્ચની રકમ ચૂકવવાનો વીમા કંપનીને આદેશ

| Updated: April 26, 2022 11:18 am

અમદાવાદઃ વીમા કંપનીઓ દર્દીને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હોય તો તેના નિદાન પાછળ કરેલા ખર્ચની રકમ ચૂકવવાની જવાબદારી છે, આ આદેશ સીડીઆરસીએ આપ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વતની ડો. અરુણ પરીખને નસકોરાની બીમારી હોવાનું નિદાન થયું ત્યારે તેમણે હાશ અનુભવી હતી કે ચાલો મને સતત થતા માથાનો દુઃખાવો, પગની તકલીફ, પચવામાં તકલીફ, બોલવામાં મુશ્કેલીઓ વગેરે તકલીફોનો જવાબ મળી ગયો છે. તેમણે આની હોસ્પિટલમાં સારવાર પણ લીધી, પણ વીમા કંપનીએ તેમનું બિલ નકારી કાઢ્યુ. તેના પગલે તેમને કન્ઝયુમર ફોરમમાં જવાની ફરજ પડી. ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને (સીડીઆરસી)વીમા કંપનીને આદેશ આપીને તેમણે હોસ્પિટલાઇઝેશન દરમિયાન નિદાન માટેના પરીક્ષણો માટે ખર્ચેલી રકમ પરત કરવાનો આદેશ આપ્યો.

સીડીઆરસીનું નિરીક્ષણ હતું કે દર્દીને પોતે હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે તેને ખબર ન હતી કે તેની સારવાર જ કરવામાં આવશે કે નિદાન પણ કરવામાં આવશે. તેઓ જાન્યુઆરી 2016માં સીમ્સમાં કેટલીક શારીરિક તકલીફોના પગલે દાખલ થયા હતા.

તેમને દિવસ દરમિયાન વારંવાર ઊંઘ આવતી હતી. તેમને શંકા હતી કે તેમને સ્લીપ એપનિયા કે નસકોરાની બીમારી છે. હોસ્પિટલાઇઝેશન દરમિયાન તેમણે 18,000નું પરીક્ષણ કરાવ્યું હતું. તેમને ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા હોવાનું નિદાન થયું હતું. તેમના માટે આ બીમારીની સારવાર માટે 54,000 રૂપિયાનું મશીન ખરીદાયું હતું.

ડો. પરીખ પાસે ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ લિમિટેડનું બે લાખનું હેલ્થ કવર છે. તેમનો દાવો છે કે તેમણે હોસ્પિટલાઇઝેશન દરમિયાન 72000ની રકમ ખર્ચી હતી. તેમના દાવાને કંપનીએ નકારી કાઢ્યો હતો. કંપનીએ પોલિસીની શરતોને ટાંકીને જણાવ્યું હતું કે દર્દી હોસ્પિટલમાં ફક્ત તપાસ માટે દાખલ થયો હોય તો તે ક્લેમ કરી શકે નહી. તેઓએ આ કેસમાં કોઈપણ પ્રકારની એક્ટિવ ટ્રીટમેન્ટ મેળવી નથી. તેના લીધે વીમા કંપની મશીનની ચૂકવણી માટે પણ જવાબદાર નથી.

ડો. પરીખે આ પગલે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કન્ઝયુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમનો સંપર્ક સાધ્યો હતો. તેણે મે 2017માં આ ક્લેમ નકારી કાઢ્યો હતો. તેઓએ પણ જણાવ્યું હતું કે પોલિસી ક્લોઝ  મુજબ તેમને રકમ ન મળી શકે. તેના પછી તેમણે આ કેસ સ્ટેટ સીડીઆરસી સમક્ષ મૂક્યો હતો. તેના કોરમમાં એમ જે મહેતા અને આર એન મહેતાએ વીમા કંપનીને આદેશ આપ્યો હતો કે પોલિસીધારકે 18000ની રકમ સાત ટકા વ્યાજ સાથે ચૂકવી હતી. આ આદેશ આપતા ફોરમે જણાવ્યું હતું કે જ્યારે પણ દર્દીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે ત્યારે તે જાણતો હોતો નથી કે તેને ફક્ત સારવાર માટે ભરતી કરાયો છે કે નિદાન માટે ભરતી કરાયો છે.

Your email address will not be published.