ગુજરાતને કેન્દ્રએ અમૃત 2.0 યોજના માટે 5128 કરોડ રૂપિયા ફાળવ્યા

| Updated: May 17, 2022 3:04 pm

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે અટલ મિશન ફોર રિજુનેવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) હેઠળ ગુજરાતના રાજ્યો અને શહેરોમાં પાણી પુરવઠો અપગ્રેડ કરવા 5,128 કરોડની રકમ ફાળવી છે, એમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.

સીએમઓએ જણાવ્યું હતું કે અમૃત હેઠળ 412 ડેવલપમેન્ટ વર્ક પૂરા કરવામાં આવશે. તેના માટે કેન્દ્ર તરફથી 5,128 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (જીયુડીએમ) હેઠળ રાજ્યમાં વોટર એક્શન પ્લાન માટે 15,000 કરોડની દરખાસ્ત મોકલવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

આ આયોજન હેઠળ રાજ્યના આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને 156 મ્યુનિસિપાલિટીઝને 206 વોટર સપ્લાય વર્કસ અને 70 અંડરગ્રાઉન્ડ સ્યુઅરેજ પાઇપલાઇન પ્રોજેક્ટ મળી શકે છે. આ ઉપરાંત 68 લેકનું સૌંદર્યીકરણ કરાઈ શકે અને 68 પાર્ક અને ગાર્ડનની સગવડ અપગ્રેડ થઈ શકે.

આ નિવેદનમાં જણાવાયું હતું કે વિવિધ શહેર સુધરાઈઓ અને વિભાગો તલસ્પર્શી પ્રોજેક્ટ રિપોર્ટ આપશે અને કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ટેકનિકલ મંજૂરી મેળવશે. ઓક્ટોબર 2021માં પાંચ વર્ષના સમયગાળા માટે અમૃત 2.0ની જાહેરાત કરવામાં આવી છે. તેમા બધી મ્યુનિસિપાલિટીઝમાં 100 ટકા પાણી પુરવઠો પૂરો પાડવાનું આયોજન હાથ ધરાયું છે. તેની સાથે 31 સિટીઝ અને ટાઉન્સમાં  100 ટકા સ્યુઅરેજનું પણ આયોજન કરાયું છે.

આમ આગામી સમયગાળામાં મોટાભાગની મ્યુનિસિપાલિટીઝમાં પાણીનો સો ટકા પુરવઠો અને સો ટકા સ્યુઅરેજ જોડાણ હશે. લગભગ કોઈ મ્યુનિસપાલિટી તેના વગરની નહી હોય. હાલમાં ચૂંટણીનું વર્ષ છે ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આમ પણ એક પછી એક વિકાસલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ થઈ રહ્યુ છે. આ સમયે અમૃત 2.0ની જાહેરાતે સોનામાં સુગંધનું કામ કર્યુ છે. આ વાત પ્રજાજોગ સુધી કરવામાં આવતા કે કાર્યકરો દ્વારા પ્રજા સુધી પહોંચાડવામાં આવતા તેના દ્વારા ચૂંટણીલક્ષી વૈતરણી પાર કરવાની શાસક પક્ષની નેમ છે. વડાપ્રધાન મોદી પણ એટલે હવે વારંવાર ગુજરાતનો પ્રવાસ ખેડે છે.

Your email address will not be published.