શિયાળાની ઋતુ આવી નથી કે,ચીકી ખાવાના શોખીનો માટે ચીકીની યાદ આપવી નથી. શિયાળો એટલે શરીરને આરોગ્ય પ્રદાન કરતો મહિનો. શરીરમાં ઉર્જા સંગ્રહિત કરવાનો મહિનો. શિયાળાની શરૂઆત થતાં જ બજારમાં ચીકીનું જોર-શોરથી વેચાણ શરૂ થઈ જાય છે.
બજારમાં અનેક વિવિધ પ્રકારની ચીકીઓ જોવા મળે છે. તેમાં પણ સૌરાષ્ટ્રની ચીકીની તો વાત જ કાંઈક અલગ છે. સૌરાષ્ટ્રમાં આવેલ રાજકોટ શહેરમાં મળતી વિવિધ પ્રકારની ચીકી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે.
શિયાળામાં કાજુની ચીકી, ખજૂરની ચીકી, તલની ચીકી, સીંગની ચીકી, મિક્સ ડ્રાઇફ્રૂટ ચીકી, દાળિયાની ચીકી, નાળીયેરની ચીકી આમ અનેક ચીકીઓ બજારમાં મળતી હોય છે. પરંતુ, આ વર્ષે રાજકોટની બજારમાં નાના બાળકો માટે ઇમ્યુનિટી બુસ્ટર ચીકીનો ક્રેઝ વધી રહ્યો છે.
જેમાં બોર્નવિટા ચીકી, ચોકલેટ ચીકી, માવા ચીકી, મનમોજી ચીકી અને પાન પરાગ ચીકીની માંગ વધી રહી છે. જેના કારણે ચીકીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચીકી ખાવાથી શરીરને ભરપૂર માત્રમાં ઉર્જા મળે છે.
વળી, તેના મીઠા સ્વાદના કારણે બાળકોથી લઈને તમામ વયના લોકોને ખૂબ જ પસંદ આવે છે.