શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી જાણીતી ઓનેસ્ટ હોટલમાં 3 બાળકોને કામે રાખીને બાળમજૂરી કરાવવામાં આવતી હતી. આ અંગે પોલીસે રેડ કરી તપાસ કરતા 3 બાળકો મળી આવ્યા હતા. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
બાળકોની એક સંસ્થા અને એએચટીયુ ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને એસ.જી.હાઇવે પ્રહલાદનગર પર આવેલી ઓનેસ્ટમાં તપાસ કરતા 1 કિશોરી અને 2 કિશોર મળી આવ્યા હતા. જેમની પાસે હોટલમાં કામ કરાવવામાં આવતું હતુ. ત્રણેય બાળકોની ઉંમર 18 વર્ષથી ઓછી હતી જેથી તેમને બાળમજૂરી કરાવનાર હોટલના મલિક સામે ગુનો નોંધાવ્યો હતો. ત્રણેય બાળકોને હોટલમાંથી મુક્ત કરાવીને બાળ કલ્યાણ સમિતિ કેન્દ્રમાં મોકલી આપ્યા હતા.
મળી આવેલા ત્રણેય બાળકોને રોજ 300 રૂપિયા મજૂરી પેટે આપવા આવતા હતા. બપોરના 12થી રાતના 1 1વાગ્યા સુધી તેમની પાસે કામ કરાવવામાં આવતું હતું. બાળકી ગુજરાતની, 1 રાજસ્થાન અને 1 ઉત્તરપ્રદેશનું હોવાનું તપાસમાં ખુલ્યું હતુ. બાળકોને મુક્ત કરાવીને હોટલ મલિક સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.