એરપોર્ટના સુરક્ષા અધિકારીઓ પણ સાયબર ફ્રોડ સામે અસુરક્ષિત : રૂ 75000 ગુમાવ્યા

| Updated: October 12, 2021 4:07 pm

અમદાવાદ એરપોર્ટ સેક્ટરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ (AIG) અરુણ સિંહનો ફોન હેક થયાની ઘટનામાં IPC ની કલમ 420 અને 406 અને IT (સુધારો) અધિનિયમની કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં રૂ .75,000 ની છેતરપિંડી આચરી હતી.

રવિવારે રાત્રે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, એઆઈજી અરુણ સિંહના ફોન દ્વારા ચીફ એરપોર્ટ સિક્યુરિટી ઓફિસર સીઆઈએસએફ રાજેશને એક વોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં અરુણ સિંઘ તરીકે પોતાની ઓળખ આપીને હેકરો દ્વારા છેતરપિંડીથી પૈસાની માંગ કરવામાં આવી હતી.

CISF સબ ઇન્સ્પેક્ટર ચંદ્રકેશ પાંડેએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ તા. 9 ઓક્ટોબરના રોજ, તેમને અને અન્ય સબ ઈન્સ્પેક્ટરને ને CASO રાજેશ દ્વારા ટેલિફોન પર એક બેન્ક ખાતામાં રૂ .75,000 રૂપિયા જમા કરાવી દેવાની સુચના આપવામાં આવી હતી.

આ કેટલાક અજાણ્યા વ્યક્તિઓ અથવા વ્યક્તિઓ દ્વારા એઆઈજીના મોબાઈલથી સીએએસઓના મોબાઈલ પર મેસેજ કરીને ચોક્કસ બેંક ખાતામાં પૈસા જમા કરાવવા માટે સૂચના આપીને કરવામાં આવેલી છેતરપિંડી છે.

ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતુ CISF અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) પર સુરક્ષા કામગીરી બજાવે છે.

Your email address will not be published. Required fields are marked *