સામાન્ય નાગરિકની જેમ સીએમની કાઠિવાડી ઢાબા પર ચાની ચૂસ્કી

| Updated: January 8, 2022 2:15 pm

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ -રાજકોટ સુધી બનનારા ધોરીમાર્ગના વિકાસ કામોનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. તે વેળા તેઓએ હાઈવે પર આવેલ એક કાઠિયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી.

અમદાવાદ- રાજકોટ હાઈવેની આસપાસના વિસ્તારમાં કરોડો રુપિયાના પ્રોજક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનું નિરિક્ષણ કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે પહોંચ્યા હતા. હાલ રાજયમાં ચાલી રહેલ કોરોના મહામારીના પગલે તેમની સાથે ગણતરીના લોકો જ જોડાયા હતા. જો કે, હાઈવે પર રાજકીય આગેવાનોને ન આવવા તાકીદ કરવામાં આવી હતી.

આ દરમિયાન તેઓએ હાઈવે પર આવેલ એક કાઠિયાવાડી ઢાબા પર થોડા સમય માટે રોકાયા હતા અને સામાન્ય નાગરિકની જેમ ખાટલા પર બેસી ચાની ચૂસ્કી માણી હતી. મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપતા કનૈયા કાઠીયાવાડી હોટેલ-ઢાબા પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા.

Your email address will not be published.