‘નારાયણી નમોસ્તુતે’ : મુખ્યમંત્રીએ રાજ્યની 18 સાહસિક મહિલાઓને સન્માનિત કરી

| Updated: October 14, 2021 8:35 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજમાં આગવું પ્રદાન કરનારી ગુજરાતની 18 મહિલાઓનું ગુરુવારે સન્માન કર્યું હતું. માતા જગદંબાના વિવિધ સ્વરૂપોની અરાધનાના પર્વ એવા નવરાત્રિના નવમાં દિવસે મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં “નારાયણી નમોસ્તુતે” કાર્યક્રમ યોજાયો હતો.

આ 18 વિશેષ મહિલાઓમાં ભાવિના પટેલ, શ્વેતા પરમાર, મૈત્રી પટેલ, પાબીબેન રબારી, મિત્તલ પટેલ, હીનાબેન વેલાણી, ડો. ધરા કાપડિયા, પ્રેમીલાબેન તડવી, દુરૈયા તપિયા, શોભનાબેન શાહ, રસીલા બેન પંડ્યા, અદિતી રાવલ, ડો. નીલમ તડવી, સ્તુતિ કારાણી, માનસી પી. કારાણી, પાર્મીબેન દેસાઇ, ભારતીબેન રામદેવ ખૂંટી અને દેમાબેન ચૌધરીનો સમાવેશ થાય છે.

ઉદ્યોગ, સ્વસહાય-સ્વરોજગાર, રમત-ગમત, કળા-સંગીત, યુવા ઉત્કર્ષ, સમાજ સેવા જેવા ક્ષેત્રે રહી આગવું યોગદાન આપનારી ગુજરાતની આ મહિલાઓને રૂબરૂ મળી તેમનું સન્માન કરી મુખ્યમંત્રીએ નારીશક્તિ- નારાયણીની આરાધના-સ્તુતિ કરવાની આર્ય પરંપરાનું અનુસરણ કર્યું હતું.

Your email address will not be published. Required fields are marked *