CMના પીએ ધ્રુમિલ પટેલ પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગતા હોદ્દા પરથી હટાવાયા

| Updated: May 21, 2022 2:19 pm

ધ્રુમિલ પટેલ જે ગુજરાતનાં હાલના (CM) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પીએ છે, તેમને હોદ્દા પરથી દૂર કરાયા છે. માહિતી અનુસાર, સચિવાલયમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે, દિલ્હીથી પગલાં લેવાની સૂચના પછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે.  તેમના પર કેટલાક સ્થાપિત હિતોની મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આપવામાં શંકાસ્પદ ભૂમિકા છે. તે ઉપરાંત પોલીસ કર્મીઓની બદલીઓ, જમીનો અંગેના કેસોમાં તેમની વર્તણૂક શંકાસ્પદ રહી હતી.

રાજ્ય સરકારે પણ કેટલીક બાબતોમાં તેમની ફરજ દરમિયાન ગંભીર નોંધ લીધી છે. સૂત્રો મુજબ, આજે સ્વર્ણિમ સંકુલના ત્રીજા માળે આવેલા સીએમ કાર્યાલયમાં તેમનો છેલ્લો દિવસ હતો. 

મુખ્યમંત્રી કાર્યાલયમાં સરકારી અને અંગત સ્ટાફ એમ બે પ્રકારની નિમણૂકો કરવામાં આવે છે, જેમાં દરેક સીએમ તેમાં વિશ્વાસુ સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીની પસંદગી કરે છે. ભૂપેન્દ્ર પટેલે પણ (CM) મુખ્યમંત્રી બન્યા પછી ધ્રુમિલ પટેલને અંગત મદદનીશ તરીકે કામગીરી સોંપી હતી અને ત્યારબાદ જીએડી દ્વારા તેમના નામનો ઓર્ડર થયો હતો.  

આ પણ વાંચો: ગુજરાતને ટૂંક સમયમાં મળશે તેનો પહેલો ટાઇગર સફારી પાર્ક

Your email address will not be published.