વેબ સિરિઝના ડાયરેક્ટરે ભારતીય તિરંગા અને અમિત શાહના ફોટાને ખોટી રીતે સોશિયલ મીડિયામાં મુકતા ફરિયાદ

| Updated: May 14, 2022 9:51 pm

વેબ સિરિઝના ડાયરેક્ટરે ભારતીય તિરંગા અને અમિત શાહના ફોટાને ખોટી રીતે સોશિયલ મિડીયામાં મુકતા ફરિયાદ

જાણીતા વેબ સીરિઝના ડાયરેક્ટર તેમના સોશિયલ મીડિયામાં તિરંગાને અશ્લીલ રૂપે દર્શાવ્યૂ હતું એટલું જ નહીં તેમને અન્ય રાજકીય નેતાના પણ ખોટા ટ્વીટ કર્યા હતા. આ વાતની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સેલને થઇ હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચમાં 469, તથા ધી પ્રિવેન્શન ઓફ ઇન્સ્લટસ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 ની કમલ 2 તથા આઇટી એક્ટ કલમ 67 હેઠળ ગુનો નોધ્યો હતો.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા તમામ લોકો માટે જાણવા જેવી બાબત એ છે કે તમારી પોસ્ટ અને વિવાદાસ્પદ લખાણ સહિતની તમામ એક્ટીવીટી પર પોલીસની બાજ નજર રહે છે. ટેકનીકલ ટીમ દ્વારા તપાસ કરતા બહાર આવ્યું હતુ કે, અવિનાશ દાસના ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં માર્ચ 17ના રોજ એક સ્ત્રી ઉપર રાષ્ટ્રધ્વજના ચિન્હવાળુ અશોભનીયવસ્ત્ર પહેરાવેલુ હોવાનું વિક્રૃત પેન્ટીંગ પોસ્ટ કરેલું હોવાનું જણાતું હતુ.
અવિનાશ દાસ જેનું ટ્વીટર એકાઉન્ટ પર પણ મુંબઇ ઇન્ડિયા જન્મ 14 જાન્યુઆરી લખેલું છે.

અવિનાશ દાસ દ્વારા તેમના ટ્વીટર એકાઉન્ટ મારફતે 8 મેના રોજ ઝારખંડના આઇએએસ પુજા સિંઘલ કે જેઓ ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાથેનો પાંચ વર્ષ પહેલાનો ફોટો પોસ્ટ કરી લોકોમાં ગેરસમજ ઉભી કરી હતી અને ભારતના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન અમિત શાહની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે પોસ્ટ કરી હતી. જેથી આ પોસ્ટ કરનાર અવિનાસ દાસ સામે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધ્યો હતો.

Your email address will not be published.