લાલદરવાજા એસબીઆઈ બેંકમાં આઠ ગેરકાયદે ટ્રાન્જેક્શન કરી 78 હજાર ઉપાડનાર બે શખસો સામે ફરિયાદ

| Updated: August 6, 2022 7:41 pm

લાલ દરવાજા વિસ્તારમા આવેલા એસબીઆઇ બેંકના એટીએમ મશીનમાં બે શખસો 3 ઓગસ્ટે સવારે આવ્યા હતા અને એટીએમ સાથે ચેડા કરી અને બે એટીએમ દ્વારા 78 હજાર ઉપાડી લીધા હતા. આમ શંકાસ્પદ ટ્રાન્જેક્શન હોવાથી બેંક મેનેજરે સીસીટીવી તપાસ કરી હતી. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેસનમાં ગુનો નોધાવ્યો હતો.

વાસણા વિસ્તારમાં નરેન્દ્રસિંગ રાઠોડ પરિવાર સાથે રહે છે. તેઓ સેંટ્રલ બેંક ઓફ ઈંડીયા લાલ દરવાજા શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ એટીએમમાં લગાવે સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા હતા. આ સમયે એટીએમમાં રાહુલ સાજીદ ખાન અને મોહમદ આખીલ ઈલ્યાસ નામના બે શખ્સો આવ્યા હતા. બે જેટલા એટીએમ કાર્ડથી કુલ 8 જેટલા વ્યવહારો કર્યા હતા. જે ગેરકાયદે હોવાનું લાગતું હતુ.

આમ વ્યવહારોમાં કુલ રૂ.78 હજાર ઉપાડાતા દેખાયા હતા. મશીન સાથે પણ તેઓ ચેડા કરી સેંટ્રલ બેંક ઓફ ઈન્ડીયા સાથે ઠગાઈ આચરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

(પ્રતિકાત્મક તસવીર)

Your email address will not be published.