સુરતમાં માતા-પુત્રીના આપઘાત કેસમાં સાસરિયા પક્ષ સામે ફરિયાદ દાખલ

| Updated: May 18, 2022 3:36 pm

સુરતમાં મધર્સ ડે ના જ દિવસે માતા અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, પોલીસે બન્નેના મૃતદેહનો કબ્જો લઈ તપાસ શરુ કરી હતી. આ અંગે પોલીસે સાસરિયા પક્ષ સામે ફરિયાદ પણ દાખલ કરી હતી. સાસરિયાવાળા મૃતક દિપાલીને કહેતા હતા કે, તું શ્યામ છે મારા દીકરા સાથે શોભતી નથી.

આ બનાવની વિગત એવી છે કે, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ કરાડ રોડ પ્રયોશા પાર્ક ખાતે રહેતા સાગર બદ્રીનાથ દૈવેએ ગત તારીખ 06-05-2022ના રોજ 26 વર્ષીય દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયા હોવાની અરજી ડિંડોલી પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 8 મેના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીની ખોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી નદીમાંથી બંનેની લાશ કાઢી રાંદેર પોલીસે કબજે કરી હતી.

મૃતકના પતિ સાગર દૈવે ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. પત્ની દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા માતા-પિતા સાથે રહેતા હતા. સાગર દૈવે અને દિપાલીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. મૂળ મહારાષ્ટ્રના નાંદુરા જિલ્લાના બુલડાના વતની છે. દાંપત્ય જીવનમાં પણ સતત કંકાસ થતો રહેતો હતો. પતિના પરિવારના સભ્યો સાથે દિપાલી ખુશ ન હોય તેવું જણાઈ આવતું હતું.

આ અંગે દિકરીના પિતાએ સાસરિયા પક્ષા સામે ફરિયાદ પણ દાખલ કરાવી હતી. પિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, તેનો પતિ, સસરા, સાસુ અને નણંદ જમાવાનું બનાવવા બાબતે વારવાર ટોણા મારતા રહેતા હતા. ત્યાર બાદ તેના કલરને લઈને તેને પરેશાન કરતા હતા. જેથી માનસિક ત્રાસના કારણે યુવતીએ આ પગલું ભર્યું હતું.

Your email address will not be published.