અસર્ફી ફુલ્ફીના માલિક આકાશ અસર્ફી સામે દુષ્કર્મ કર્યાની ફરિયાદ

| Updated: January 21, 2022 10:04 pm

અમદાવાદની જાણિતી અસર્ફી કંપનીના માલિક આકાશ અસફી સામે એક મહિલાએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આરોપીની અટકાયત કરી કોવીડ ટેસ્ટ માટે મોકલી આપ્યો છે.

વિગતો એવી છે કે અમદાવાની જાણિતી અસર્ફી કંપનીના માલિક આકાશ અસફી સામે એક મહિલાએ દુષ્કર્મ કર્યું હોવાની અરજી ક્રાંઇમબ્રાંચમાં કરી હતી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રાથમિક તપાસ કરી આરોપી આકાશને પકડી મહિલા પોલીસ સ્ટેશનને સોપી દેવામાં આવ્યો હતો. આ અંગે એક મહિલા દ્વારા આકાશ સુભાષ અસર્ફી સામે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી કે તેમના વચ્ચે 2018થી 2022 વચ્ચે મિત્રતા કેળવાઈ હતી ત્યાર બાદ તેમના વચ્ચે થયેલા સંબંધના આકાશ દ્વારા વીડીયો બનાવી લેવામાં આવ્યા હતા, જો કે થોડા સમય પહેલા તેમના સંબંધનો અંત આવ્યો હતો, ત્યાર બાદ આકાશ સતત ફોન અને મેસેજ કરી સંબંધ બાંધવા દબાણ કરતો હતો પરંતુ મહિલાએ તેનો ઈન્કાર કરતા આકાશ તેને અંગતપળના વીડિયો મોકલ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આકાશનું નિવેદન નોંધતા આકાશે પોતાની ઉપર લાગેલા આરોપો ફગાવી દઇ કહ્યુ હતું કે, તેના દ્વારા કોઈ વીડિયો મોકલવામાં આવ્યા નથી, તેમના વચ્ચે થયેલી વાતચીત મિત્રતાભાવે હતી.

પરંતુ મહિલાએ ફરિયાદ કરી હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચે આકાશને મહિલા પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો, મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આકાશે તેની ઈચ્છા વિરૂધ્ધ મેમનગર અને સીજી રોડ અને પાલડીમાં આવેલી અસર્ફીની ઓફિસમાં તેમને થલતેજની હોટલમાં શરિર સંબંધ બાંધી તેના વીડિયો ઉતારી તેને સંબંધ રાખવા મજબુર કરી ધમકી આપી હતી, મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી આકાશની અટકાયત કરી હતી, કોવીડ રિપોર્ટ આવ્યા બાદ આકાશની ધરપકડ કરવામાં આવશે. ફરિયાદ બાદ મહિલાનો મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યો છે તેમજ મહિલાના ફોનની તપાસ માટે ફોરેન્સીક લેબોરેટરીને મોકલવામાં આવશે.

Your email address will not be published.