નિયમનો સરેઆમભંગ: ગુજરાત ટૂરિઝમમાં ગાડી ફેરવતા યુવકે કારનો દરવાજો ખુલ્લો રાખી ડ્રાઈવ કરતા ફરિયાદ

| Updated: June 16, 2022 4:40 pm

જે લોકો ટ્રાફિકના નિયમનો ઉલ્લઘન કરે છે તેવા લોકોને સબક શિખાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે એક વીડિયો શોસિયલ મિડાયમાં વાયરલ થયો છે. જે વીડિયોમાં મકરબા નાયરા પેટ્રોલ પંપથી જુહાપુરા ચાર રસ્તા પાસે પાણીની ટાંકી સુધી જાહેર રોડ પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી GJ-09-BG-1910 નંબરની કારનો ચાલક સિદ્ધાર્થ ગઢવી આગળની સાઈડનો ડાબી બાજુનો દરવાજો ખુલ્લો રાખીને કાર ચલાવતો હોય એવો વીડિયો સામે આવ્યો છે. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ટ્રાફિક ડિવિઝનના JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ ગાડીનો વીડિયો સામે આવતાં જ કાર્યવાહી શરૂ કરાઈ હતી. આ ગાડી ગુજરાત ટૂરિઝમમાં ફરે છે. ગાડી પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખી જ ના શકાય, પરંતુ આ ડ્રાઈવર તેની ગાડી પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખીને હાઈવે પર ફરતો હતો. તેની સામે M ડિવિઝન ટ્રાફિક દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. ગાડી ચલાવનાર સિદ્ધાર્થ સતીષભાઈ ગઢવી નામનો યુવક 20 વર્ષની ઉંમરનો છે અને ગાંધીનગરના મહાદેવપુરા છાલાનો વતની છે.

ટ્રાફિક-પોલીસ વિભાગે અંડરએજ વાહનચાલકો સામે 15મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં સગીર વાહનચાલક ટૂ-વ્હીલર ચલાવતા પકડાશે તો તેની પાસેથી રૂ.2 હજાર, જ્યારે તેના કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો 3 હજાર દંડ વસૂલ કરાશે. પોલીસની આ ઝુંબેશમાં પ્રથમ દિવસે જ અંડર એજ ડ્રાઈવિંગના 100થી વધુ કેસ કરવામાં આવ્યાં છે. એ ઉપરાંત બ્લેક ફિલ્મવાળી ગાડીના ડ્રાઈવરો વિરુદ્ધ પણ 40 જેટલા કેસ કરવામાં આવ્યાં છે.

Your email address will not be published.