કોંગ્રેસ દ્વારા “જન સંપર્ક કાર્યાલય”નું કરાયું ઉદ્ઘાટન

| Updated: January 7, 2022 7:35 pm

નાગરિકોને પડતી અગવડોને પહોંચી વળવા માટે અમદાવાદના દરિયાપુરમાં સિએસસી કોમન સર્વિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દરિયાપુર વિધાનસભાની કોંગ્રેસ ટીમ દ્વારા 9 કાર્યાલય સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેને લઈને આજ રોજ તારીખ 7,જાન્યુઆરી 2022ને શુક્રવારે મ્યુનિ. કાઉન્સેલર અકબર ભટ્ટીના જન સમ્પર્ક કાર્યાલય પર દરિયાપુરના ધારા સભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર ખાડિયાના ધારા સભ્ય ઇમરાન ખેડાવાલના શુભ હસ્તે સિએસસી કોમન સર્વિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આ સેન્ટર પર શાહપુરના તમામ નાગરિકોને સેવાનો લાભ લેવાની અપીલ કેવા આવી છે. આ સેન્ટરમાં પાન કાર્ડ, આધાર ઉદ્યોગ રજીસ્ટ્રેશન, આઈ ખેડૂત સેવા, ઈ-શ્રમકાર્ડ ફાસ્ટેગ સેવા, આયુષમાન ભારત-મા કાર્ડ,મુસાફરી બુકિંગ, જન્મમરણ દાખલો ઉપરાંત અનેક બીજી સરકારી યોજનાઓના કાર્ડ બનાવી આપવામાં આવશે. આ શુભ પ્રસંગમાં દરિયાપુર વિધાનસભાના શાહપુર વોર્ડના પ્રમુખ સઈદ શેખ, પ્રદેશ મંત્રી જુનેદ શેખ, મ્યુનિ. કાઉન્સેલર ઈમ્તિયાઝ ખાન, મ્યુનિ. કાઉન્સેલર સમીરા માર્ટિન શેખ, અલ્પસંખ્યક અમદાવાદ પ્રમુખ પપ્પુ ભાઈ, બ્રિજેશ શર્મા ઉપરાંત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

Your email address will not be published.