ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ? દિલ્હીમાં બેઠક પૂર્ણ, હવે નિર્ણયની ગમે ત્યારે જાહેરાત

| Updated: October 22, 2021 3:32 pm

ગુજરાત કોંગ્રેસનાં નેતાઓની દિલ્હીમાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. આગામી સપ્તાહમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હીમાં તમામ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. રાજ્યનાં પ્રભારી ડો. રઘુ શર્મા બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસના પ્રમુખની સાથે વિપક્ષનાં નેતાની પણ ઘોષણા કરવામાં આવશે.

ચારથી પાંચ ઉપપ્રમુખનાં નામની જાહેરાત કરવામાં આવશે. અશોક ગેહલોતને ગુજરાતમાં વિશેષ જવાબદારી સોંપાય તેમ છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રમુખપદમાં જગદીશ ઠાકોરનું નામ સૌથી આગળ છે. પાટીદાર પ્રમુખ બનશે તો ઓબીસીને વિપક્ષી નેતાનું પદ આપવામાં આવશે.

વિપક્ષ નેતામાં વિરજી ઠુમ્મર-પૂંજાભાઇ વંશનાં નામ બહાર આવ્યા છે. આદિવાસી નેતાને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવશે તેમ સૂત્રોએ કહ્યું હતું.

સિનિયર નેતાઓને સલાહકાર મંડળમાં સમાવવામાં આવશે. કેમ્પેઇન કમિટીનાં ચેરમેન તરીકે નવા જ નેતાનું આવશે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં 4 ઝોનમાં સેક્રેટરી નિયુક્ત કરવામાં આવશે. કેન્દ્રથી ચાર યુવા સેક્રેટરી મુકવામાં આવશે. ડો. રઘુ શર્માને ગુજરાતમાં જ કેમ્પ કરવા આદેશ અપાયા છે. બૂથ મેનેજમેન્ટ પર મહત્વનું ધ્યાન અપાશે.

Post a Comments

2 Comments

Your email address will not be published. Required fields are marked *