જામનગરમાં મોંઘવારી સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરે ઘેનની ગોળીઓ ગટગટાવી

| Updated: April 2, 2022 5:07 pm

જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મોંધવારી સામેના આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસનાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ 9થી વધુ ઘેનની ગોળીઓ ખાઈ લેતા ખળભળાટ સર્જાયો હતો. એસટી ડેપો નજીક કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ સહીતના પાર્ટીના આગેવાનો પણ ધરણાંમાં સામેલ થયા હતા. રચનાબેન નંદાણિયાએ ગળેલી ગોળીઓ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે નગરસેવિકાએ અંગત કારણોસર દવા પીધી હશે.

જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાનાં મહિલા કોંગ્રેસનાં કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ 9થી વધુ ઘેનની ગોળી ગટગટાવી હતી. એને લઈ તેમની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

પોતે ગળેલી ગોળીઓ અંગે રચનાબેન નંદાણીયાએ જણાવ્યું હતું કે, મેં અંગત કારણોસર નહિ પણ મોંઘવારી મુદ્દે પ્રજાની પીડા જાણીને ઘેનની ગોળીઓ પીધી હતી. જ્યારે શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસી મહિલા કોર્પોરેટરે વિરોધ દરમિયાન જે ઘેનની દવાઓ ગટગટાવી છે એ પોતાના અંગત કારણસર લીધી હશે.

Your email address will not be published.