NCRTCને સોંપાયેલા ભારતના પ્રથમ સેમી હાઇસ્પીડ ટ્રેન સેટનું ગુજરાત સાથે જોડાણ

| Updated: May 8, 2022 6:30 pm

બહુરાષ્ટ્રીય કંપની અલ્સ્ટોમે ભારતનો પ્રથમ સેમી હાઇસ્પીડ ટ્રેન સેટ નેશનલ કેપિટલ રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એનસીઆરટીસી)ને શનિવારે સોંપ્યો હતો. આ ટ્રેન સેટની ખાસિયત એ છે કે તે ગુજરાત સાથે જોડાણ ધરાવે છે.

હવે કોઈને પણ સવાલ થાય કે આટલા અત્યાધુનિક સેમી હાઇસ્પીડ ટ્રેન સેટનું ગુજરાત સાથે શું જોડાણ. તે સવાલ સ્વાભાવિક પણ છે. વાસ્તવમાં આ પ્રથમ સેમી હાઇસ્પીડ ટ્રેન સેટનું ઉત્પાદન ગુજરાતના વડોદરાની જોડે આવેલા સાવલી ખાતેના પ્લાન્ટમાં જ થયું છે. હા, વાંચીને ચોંકી ન જતા. કોઈને પણ થાય કે આટલી આધુનિક ટ્રેન ગુજરાતમાં શા માટે નહી અને દિલ્હીમાં શા માટે.

વાસ્તવમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ વચ્ચેના 82.5 કિ.મી. લાંબા રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આરઆરટીએસ) માટેનો ટ્રેન સેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ અલ્સ્ટોમ કંપનીને મળ્યો છે. કંપનીનો પ્લાન્ટ ગુજરાતમાં સાવલી ખાતે આવેલો છે. કંપનીએ પહેલો ટ્રેન સેટ બનાવીને એનસીઆરટીસીને સુપ્રદ કરી દીધો છે.

અલ્સ્ટોમને 2020માં 43.6 કરોડ યુરોમાં 210 રિજનલ કમ્યુટર અને ટ્રાન્ઝિટ ટ્રેન કારનો ડિઝાઇન, બિલ્ડ અને ડિલિવરીનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેમાનો આ પ્રથમ સેટ મળ્યો છે. કંપનીએ ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલ, ટેસ્ટ, કમિશન, સિગ્નલિંગ અને ટ્રેન કંટ્રોલ, સુપરવિઝન, પ્લેટફોર્મ્સ, સ્ક્રીન ડોર્સ અને ટેલીકમ્યુનિકેશન્સ સિસ્ટમ્સ લગાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

સાવલી ખાતેનું એકમ બોગી, કાર બોડીઝ પૂરી પાડવા ઉપરાંત ટ્રેન સેટનું પરીક્ષણ પણ કરશે. અલ્સ્ટોમે આ અગાઉ દિલ્હી મેટ્રો અને ક્વીન્સ રેલના ટ્રેન સેટ પણ સફળતાપૂર્વક બનાવ્યા છે.

Your email address will not be published.