આસામમાં દબાણની જગ્યા ખાલી કરાવતા ધિંગાણુંઃ સુરક્ષા દળોના ગોળીબારમાં બેના મોત, અનેકને ઈજા

| Updated: September 23, 2021 5:41 pm

આસામમાં એક ગામમાં ગેરકાયદે દબાણ હટાવતી વખતે ગામવાસીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ડઝનબંધ લોકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોમાં સુરક્ષા દળના લોકો પણ સામેલ છે. આ ઘટના દારાંગ જિલ્લામાં ધોલપુર ગોરુખુટી વિસ્તારમાં બની હતી.

આ અંગે એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક વ્યક્તિ પર અનેક સુરક્ષા કર્મચારીઓ તૂટી પડે છે અને તેને બેરહેમીથી મારવામાં આવે છે. ત્યાર બાદ તે વ્યક્તિ અચેતન અવસ્થામાં પડી હોય તેવું જોવા મળે છે.

આસામમાં કેટલીક જગ્યાઓ પર બહારના લોકોને દૂર કરવાનું અભિયાન મોટા પ્રમાણમાં ચાલે છે જેમાં 20 સપ્ટેમ્બરે પણ કેટલીક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમાં ઓછામાં ઓછા 800 લોકો બેઘર થયા હતા.

આ કાર્યવાહી મોટા ભાગે પૂર્વ બંગાળનું મૂળ ધરાવતા મુસ્લિમો જે વિસ્તારમાં રહે છે ત્યાં જ કરવામાં આવી છે. આ અંગે એક કમિટિએ ગામની મુલાકાત લીધી હતી. તેમાં જણાવાયું હતું કે 49 મુસ્લિમ પરિવારો અને એક હિંદુ પરિવારને હટાવવામાં આવ્યા છે.

Your email address will not be published. Required fields are marked *