જો તમે કાપડનો માસ્ક પહેરો છો તો 20 મિનિટમાં કોરોનાનો ચેપ લાગી શકે છે

| Updated: January 8, 2022 3:28 pm

કોરોનાના કેસ રેકોર્ડ સંખ્યામાં પહોંચી રહ્યા છે. ગુરુવારે ગુજરાતમાં એક જ દિવસમાં 4,213 કેસ નોંધાયા હતા. ડોકટરો કહે છે કે જો તમે રસી ના લીધી હોય તો તાત્કાલિક લઇ લો ઉપરાંત કોરોનાથી બચવા માટે યોગ્ય ફેસ માસ્ક પહેરવો અત્યંત જરુરી છે.

ઓમિક્રોનના વેરિઅન્ટનાં કારણે કેસોમાં આવેલા ઉછાળાના પગલે કોરોનાથી બચવાનું સૌ પ્રથમ કવચ માસ્ક જ છે. વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો જોકે કહે છે કે કાપડના માસ્ક વાયરસથી સંપુર્ણ રીતે બચાવી શકતા નથી. ચાલો કેટલાક માસ્ક અને તે વાયરસ સામે કેટલા અસરકારક છે તે જાણીએ.

N 95 માસ્ક

એન 95 રેસ્પિરેટર જો બરોબર ફિટ ન થાય તે રીતે પહેર્યો હોય તેવા લોકોને કોરોનાનો ચેપ લાગતા 25 કલાકનો સમય લાગે છે. પરંતુ જો ચુસ્ત રીતે ફિટ થાય તે રીતે માસ્કનો ઉપયોગ કરો તો માત્ર એક ટકા પાર્ટિકલ્સ એટલે કે કણો માસ્કમાં પ્રવેશી શકે છે. આ રીતે માસ્ક  2,500 કલાકની સુરક્ષા આપી શકે છે. આ સર્વે સ્પ્રિંગ 2021 સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનમાં પબ્લિશ થયો હતો.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વીમેન વીંગનાં ચેરપર્સન ડૉ. મોના દેસાઈએ જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓએ એન 95 માસ્ક પહેરવા જરુરી છે કારણ કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. જો તમારાં ઘરમાં કોઇ કોરોનાના દર્દી હોય તો તમારા માટે એન 95 માસ્ક પહેરવું જરુરી છે.

જો તમે ઓફિસમાં કામ કરતાં હો તો સર્જિકલ માસ્ક ચાલશે પરંતું જો તમે બહાર નીકળો તો સર્જિકલ માસ્ક પર કાપડનો માસ્ક પણ પહેરવો જોઇએ. ડબલ માસ્ક વધુ અસરકારક છે. ખાસ કરીને નાકને ઢાંકવું સૌથી જરુરી છે.

એન 95 માસ્કને ધોઇને ફરી પહેરી શકાય?

અમદાવાદની સિમ્સ હોસ્પિટલના ફિઝિશિયન હાર્દિક શાહે જણાવ્યું હતું કે તમે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતાં હો કે જાહેર પ્રસંગોમાં હાજરી આપો ત્યારે એન 95 માસ્ક ફરજિયાત છે. ઘણા લોકો એન 95 માસ્ક ધોઈને ફરીથી પહેરે છે પરંતુ તે સલાહભર્યું નથી. તેનાથી માસ્કની અસરકારકતા ઓછી થાય છે.

સર્જિકલ માસ્ક

સર્જિકલ માસ્ક પહેરેલી વ્યક્તિથી બિન-સંક્રમિત વ્યક્તિને ચેપ લાગવાનો સમય એક કલાક જેટલો છે.જો બિન-ચેપગ્રસ્ત વ્યક્તિ એન 95 પહેરે છે તો ચેપ લાગવામાં પાંચ કલાક લાગે છે. પરંતુ કાપડનાં માસ્કથી 40 મિનિટમાં જ ચેપ લાગવાનું જોખમ રહેલું છે.

Reusable medical mask. Zero waste. Coronavirus epidemic. Protection against a virus. White background. Material for creativity fabric

કાપડના માસ્ક

કપડાના માસ્ક પહેરેલા લોકો વચ્ચે કોરોનાનો ચેપ લાગવામાં આશરે 27 મિનિટનો સમય લાગે છે. જો બિન-સંક્રમિત વ્યક્તિ સર્જીકલ માસ્ક પહેરે છે તો 40 મિનિટ સુધી સુરક્ષા આપે છે.જ્યારે  એન 95 માસ્ક 3.3 કલાક સુધી ચેપથી બચાવે છે.

માસ્ક ન પહેર્યો હોય તો

માસ્ક ન પહેરનાર બે વ્યક્તિઓમાંથી એક કોરોના પોઝીટીવ હોય તો બીજી વ્યકિતને તેનો ચેપ  માત્ર 15 મિનિટમાં લાગી શકે છે. કાપડનો માસ્ક હોય તો 20 મિનિટ પછી, સર્જિકલ માસ્કમાં 30 મિનિટ પછી ચેપનો ખતરો રહે છે. પરંતુ એન 95 માસ્ક સૌથી વધુ સલામત છે કેમકે તે અઢી કલાક સુધી તમને ચેપથી બચાવે છે.

દાઢી અને ચહેરા પર વાળ ધરાવતા લોકો:

ચહેરાના દાઢી જેવા વાળનાં કારણે માસ્ક સરખી રીતે ફિટ થતાં નથી.તેથી દાઢી ધરાવતા લોકો નીચે દર્શાવ્યો છે તે કોઇ એક ઉપાય કરી શકે છે.

– દાઢી સાવ કાઢી નાખો

– ચહેરાની નજીક દાઢી ટ્રિમ કરો.

– માસ્ક ફિટર અથવા બ્રેસનો ઉપયોગ કરો.

– કાપડના એકથી વધુ લેયર ધરાવતા કાપડના માસ્કની નીચે ડિસ્પોઝેબલ માસ્ક પહેરો.

માસ્ક કેવી રીતે રાખવો

પેલાસ્ટિક બેગ- જો તમારો માસ્ક પરસેવા, લાળ, મેક-અપ અથવા અન્ય રીતે ભીનો અથવા ગંદો થયો હોય, તો જ્યાં સુધી તમે તેને ધોવો નહીં ત્યાં સુધી તેને સીલબંધ પ્લાસ્ટિકની બેગમાં રાખો. ભીના અથવા ગંદા માસ્કને મોલ્ડ થતો અટકાવવા માટે જલદી ધોઈ લો. ભીના માસ્કથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ શકે છે અને સૂકા માસ્ક કરતાં ઓછા અસરકારક છે.

ખિસ્સા, પર્સ અથવા કાગળની થેલી- જો તમે ઘરની બહાર ખાવા-પીવા માટે માસ્ક ઉતારો ત્યારે તેને સ્વચ્છ રાખવા માટે તમારા ખિસ્સા, પર્સ અથવા પેપર બેગ જેવી સુરક્ષિત જગ્યાએ મૂકી શકો છો, માસ્કને ઉતાર્યા પછી અચુક હાથ ધોવા અથવા સેનિટાઇઝ કરવા જોઇએ.

Your email address will not be published. Required fields are marked *