Corona Cases in Nepal: નેપાળમાં કોરોના લઇ રહ્યો છે ભયાનક સ્વરૂપ, એક જ દિવસમાં આટલા નોંધાયા કેસ

| Updated: January 19, 2022 4:46 pm

ભારત સાથે અનેક દેશોમાં કોરોના ફેલાયો હોવાની વાત સામે આવી છે અને તે સાથે કાલ સુધીમાં ગુજરાતની જો વાત કરવામાં આવે તો કાલે ગુજરાતમાં કોરોનાએ પહેલી લહેર અને બીજી લહેરના રેકોર્ડ તોડી નાખ્યો છે.17000થી પણ વધુ કેસો નોંધાયા છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે દુનિયાની તો દુનિયાભરમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે એક માહિતી સામે આવી છે કે નેપાળમાં પહેલી વાર એક જ દિવસમાં કોરોના કેસોના 10 હજારથી વધુ સામે આવ્યા છે.

હાલમાં નેપાળમાં જો કેસોની જો વાત કરવામાં આવે તો દેશભરમાં 39,223 સક્રિય કેસો જોવા મળે છે અને તેની સાથે 151 આઈસીયુમાં અને 28 વેન્ટિલેટર પર જોવા મળે છે.નેપાળમાં હાલ કોરોના માથું ઉચકી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે કાલે એક જ દિવસમાં દસ હજારથી પણ વધુ કેસ સામે આવ્યા છે.મંગળવારે એકલા કાઠમંડુમાંથી 5549 કેસ સામે આવ્યા છે.

સોમવારના રોજ નેપાળમાં કોરોના વાયરસના 5,747 નવા કેસ નોંધાયા હતા.દેશમાં 2021 ના ​​મધ્ય પછી આ પ્રથમ વખત હતુ જ્યારે દૈનિક 5,700 થી વધુ કેસ સામે આવ્યા છે અને 3 જૂનના રોજ ચેપના 5,825 કેસ નોંધાયા છે અને એ પછી જોવા દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ સાથે જ 9 ડિસેમ્બરે 197 કેસ નોંધાયા હોવાની વાત સામે આવી છે. ગયા વર્ષે ડિસેમ્બરથી, દરરોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે. અન્ય દેશોની સાથે ભારતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને જેને લઇને સરકાર ચિંતામાં જોવા મળી રહી છે.

Your email address will not be published.