ગાંધીનગરના શહેરી વિસ્તારોમાં કોરોનાનો ચેપ વકર્યો વી.આઈ.પી સેક્ટર બાદ હાઈવેના વિસ્તારોમાં સંક્રમણ વધ્યુ

| Updated: January 13, 2022 5:10 pm

ગાંધીનગરના શહેરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે નવા રેકોર્ડ હાંસીલ કરી રહ્યું છે ત્યારે રાજ્યના પાટનગરમાં પણ વી.આઈ.પી સેક્ટર બાદ હવે ગાંધીનગરના શહેરી વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધતુ જોવા મળતા સુપર સ્પ્રેડરનું યુદ્વના ધોરણે ટેસ્ટિંગ ચાલુ કરતા લોકોમાં પણ ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. પાટનગરમાં ઓમિક્રોનના 1 કેસ બાદ હાલ ગાંધીનગર કોર્પોરેશનમાં કોરોનાના કુલ 150થી પણ વધારે કેસ નોંધાઈ જતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરના સરગાસણ, કુડાસણ, રાંદેસણ, રાયસણ, પેથાપુર, વાવોલ જેવા મોટા ભાગના શહેરી વિસ્તારોમાં પણ કોરોનાએ ઉત્તરાયણ પહેલાજ માજા મુકી છે.

જેથી રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણમાં પણ નવી ગાઈડલાઈન આપી દેવામાં આવી છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોના રહેણાંક સોસાયટીઓની અંદર ચિંતાજનક રીતે વધી રહેલા કોરોનાના કેસ વધતા સોસાયટીઓને કન્ટેન્ટેઈમેઈન્ટ ઝોનમાં લેવાની માંગ પણ ઉઠી હતી. કોર્પોરેશનના ચોપડે છેલ્લા 24 કલાકમાં 150 જેટલા કેસ નોંધાયા હતા જેમાં કુડાસણથી 13, સરગાસણમાંથી 14, વાવોલમાંથી 7, પેથાપુરમાં 6 કેસ સાથે સેક્ટર 21 અને 25માં 6, 6 કેસ, સેક્ટર 26, 22, 2, 3માં ચાર ચાર કેસ નોંધાયા છે. આ ઉપરાંત સેક્ટર 1, 8, 27, 23માં ત્રણ ત્રણ કેસ મળી આવ્યા છે. વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. જોકે, રાહતના સમાચારમાં અત્યાર સુધી ગાંધીનગરમાં 54 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Your email address will not be published. Required fields are marked *