કોરોના હજી કાબુમાં નથી ત્યાં “નિયોકોવ” નામના ખતરનાક વાયરસની દુનિયામાં દસ્તક

| Updated: January 28, 2022 8:09 pm

કોરોના હજી કાબુમાં નથી ત્યાં “નિયોકોવ” નામના ખતરનાક વાયરસની દુનિયામાં દસ્તક આપી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક છે. મહત્વની વાત એ છે કે ચીનની વુહાન લેબના વૈજ્ઞાનિકોએ આ વાયરસને લઈને ચેતવણી આપી છે. નોંધનીયે છે કે નવેમ્બર 2019માં વુહાનમાંથી જ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. આ નવો વાયરસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. દર 3 સંક્રમિત લોકોમાંથી એક વ્યક્તિનુ આ વાયરસના કારણે મૃત્યુ થઇ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ નવા વાયરસને હાલમાં “નિયોકોવ” નામ આપવામાં આવ્યું છે.

રૂસન સમાચાર એજન્સી સ્પુતનિકના જણાવ્યા અનુસાર, “નિયોકોવ” કોઇ નવો વાયરસ નથી. તે MERS-CoV વાયરસ સાથે સંકળાયેલ છે. જે સૌ પ્રથમ મધ્ય પૂર્વના દેશોમાં વર્ષ 2012 અને 2015માં મળી આવ્યો હતો. તે SARS-CoV-2 જેવો છે, જેના કારણે કોરોના વાયરસ મનુષ્યમાં ફેલાય છે. હાલમાં આ વાયરસના અંશ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં મળી આવ્યા છે. હાલમાં તે આ પ્રાણીઓમાં જ ફેલાય રહ્યો છે. પરંતુ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તે મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે. BioRxiv વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે NeoCoV અને તેના નજીકના સંબંધી PDF-2180-CoV મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે.

વુહાન યુનિવર્સિટી અને ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોફિઝિક્સના સંશોધકોના જણાવ્યા અનુસાર, માનવ કોષોમાં ઘૂસણખોરી કરવા માટે વાયરસ માટે માત્ર એક જ પરિવર્તનની જરૂર છે. સંશોધનના તારણો જણાવે છે કે નોવેલ કોરોનાવાયરસ જોખમ ઊભું કરે છે કારણ કે તે ACE2 રિસેપ્ટરને કોરોનાવાયરસને રોગજન્યથી અલગ રીતે બાંધે છે. માટે ન તો એન્ટિબોડીઝ અને ન તો શ્વસન સંબંધી રોગો ધરાવતા લોકો નિયોકોવથી બચી શકશે.ચીનના સંશોધકના મતે આ ખૂબ જ ખતરનાક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “નિયોકોવ” પર ચીનની બ્રિફિંગ પછી, રશિયન સ્ટેટ વાઈરોલોજી અને બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના નિષ્ણાતોએ ગુરુવારે એક નિવેદન બહાર પાડ્યું હતું અને આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વાયરસ પર નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત તેના વિશે વધુ અભ્યાસની જરૂર છે. “નિયોકોવ”થી સંક્રમિત દર 3 માંથી એક માણસ મૃત્યુ પામે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તે કોરોના કરતાં વધુ ઝડપથી ફેલાય છે.

Your email address will not be published.