ગુજરાતમાં કોરોના બેકાબુ : છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 5396 કેસ

| Updated: January 7, 2022 8:13 pm

નવા વર્ષમાં જાણે કોરોના ફરીથી આફત બનીને આવ્યો છે. રાજ્યમાં સાત મહિના બાદ પાંચ હજારથી વધુ કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોના 5396 નવા કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 18583 એક્ટિવ કેસો છે. જયારે 1158 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. અને 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં ફરીથી કોરોના પીક પર જઈ રહ્યો છે. રાજ્યમાં ફરીથી મહાનગરોમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તે પ્રકારેની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 2311, સુરતમાં 1452 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 4 જિલ્લા સિવાય આખા રાજ્યમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે.

આ સાથે રાજકોટમાં 272, વડોદરામાં 281, ગાંધીનગરમાં 132, જામનગરમાં 90, જૂનાગઢમાં 21, ભાવનગરમાં 63, વલસાડમાં 142, આણંદમાં 133, ખેડામાં 104, કચ્છમાં 92, ભરૂચમાં 50, નવસારીમાં 49, મહેસાણામાં 48, મોરબીમાં 34, સાબરકાંઠામાં 28, અમરેલીમાં 20, બનાસકાંઠામાં 17, દાહોદમાં 17, પંચમહાલમાં 16, અરવલ્લીમાં 11, દ્વારકામાં 10, મહીસાગરમાં 10, ગીર સોમનાથમાં 9, સુરેન્દ્રનગરમાં 9, તાપીમાં 6, નર્મદામાં 6 અને પાટણમાં 3 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કુલ કેસનો આંકડો હવે 8,49,762 થઇ ગયો છે. જયારે રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,21,541 થઇ છે. અને રાહતની વાત છે કે રાજ્યમાં ઓમિક્રોનનો આજે એકપણ કેસ નોંધાયો નથી.

Your email address will not be published. Required fields are marked *