વાહ ગુજરાત, મૃત્યું થયેલા વ્યક્તિને અપાઈ કોરોના વેક્સિન

| Updated: January 11, 2022 8:57 pm

ગુજરાતે બિહારને પણ પાછળ છોડી દીધું હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. બિહારમાં એક વ્યક્તિએ 11 વખત વેક્સિન લીધી હતી અને જયારે તે 12મી વખત વેક્સિન લેવા ગયો ત્યારે તંત્રને આ અંગેની જાણ થઈ હતી. જો કે, ગુજરાત તેનાથી આગળ વધી ગયું હોય તેવું સાફ દેખાય છે. અમરેલીમાં મૃત વ્યક્તિને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો અને તેનું સર્ટિ પણ તેના પરિવારજનોને મોકલવામાં આવ્યું હતું.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના રહેવાસીનું 25 મે 2021ના રોજ અમરેલીની આસ્થા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમના સ્વજનોને ગુજરાત સરકારના નિયમ મુજબ મૃત્યુ પ્રમાણપત્ર પણ ફાળવવામાં આવ્યું હતું. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે, તેઓના નિધન બાદ પણ તંત્ર દ્વારા તેઓને કોરોનાનો બીજો ડોઝ આપી દીધો હતો અને એ ડોઝ 11 જૂન, 2021 ના ​​રોજ મૃતકને આપવામાં આવી હતી.

આ સમયગાળામાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી હતી અને કોરોનાના કેસોમાં સતત ઉછાળો પણ જોવા મળ્યો હતો. આ બાબતે ગુજરાતના આરોગ્ય મંત્રી સાથે વાત કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. લેખિત પ્રશ્નનો પણ જવાબ મળ્યો ન હતો. આ જ અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ગુજરાત મોડલ છે, આ મામલે આંકડાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત બહાર આવે છે ત્યારે તમામ માહિતી સામે આવતી હોય છે.

Your email address will not be published.