ગુજરાતમાં કોરોના વાયરસના નવા 225 કેસ નોંધાયા, અમદાવાદમાં ફરી દર્દીઓ વધ્યા

| Updated: June 17, 2022 8:59 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 225 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 141 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે.

રાજયમાં કોરોના વાયરસના કેસો વધતા તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. ત્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1186 એક્ટિવ કેસ છે. જેમાંથી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ ચિંતાજનક છે. આ ઉપરાંત 1180 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,033 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.

રાજયમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ પર એક નજર નાખીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 118, વડોદરા કોર્પોરેશન 25, સુરત કોર્પોરેશન 22, સુરત 10, આણંદ 8, કચ્છ-રાજકોટ કોર્પોરેશન 5-5, રાજકોટ-વલસાડ 4-4, અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા અને પાટણમાં 3-3 કેસ નોંધાયા હતા. ભરૂચ, નવસારી અને વડોદરામાં 2-2 કેસ નોંધાયા હતા. જામનગર કોર્પોરેશન, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો હતો. આ પ્રકારે કુલ 225 કેસ નોંધાયા હતા.

Your email address will not be published.