અમદાવાદમાં કોરોનાનો કહેર: વેક્સિનના બંને ડોઝ ન લેનાર દર્દીઓ બાયપેપ પર

| Updated: January 10, 2022 4:52 pm

vaccine dose

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રવિવારે કોરોનાથી સંક્રમિત 2 દર્દીઓ સિવિલમાં તેમજ 2 દર્દીઓ સોલા સિવિલમાં દાખલ થયા છે. સિવિલના 1200 દર્દીઓ અત્યારે કોરોનાની સારવાર લઇ રહ્યા છે તેમાના 2 દર્દીઓ બાયપેપ પર છે જેમણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી.

પ્રથમ ડોઝ લેનારા દર્દીઓ પણ કોરોનાનો અનુભવ કરી રહ્યા છે. તેઓ અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.તેમજ વેક્સીનનો એક પણ ડોઝ ન લેનારા દર્દીઓને ડોક્ટર દ્વારા તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિસેન્ડેન્ટ જણાવે છે કે આ વખતે 1200 બેડમાંથી 17 દર્દીઓ કોરોનાના છે તેમજ એક ઓમીક્રોનના દર્દીનો સમાવેશ થાય છે.

હોસ્પિટલમાં દાખલ થયેલા 17 દર્દીઓ વેકસીનના બંને ડોઝ લેનાર છે તેમજ 12 દર્દીની સ્થિતિ ઘણી સ્થિર છે આ ઉપરાંત 2 દર્દીઓ બાયપેપ પર તેમજ 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે. દર્દીઓની ગંભીર હાલત જોઇને ડોક્ટર જણાવે છે કે જે લોકોએ રસી ન લીધી હોય તેવા લોકોએ સમયસર રસી લઇ લેવી.

સિવિલના 1 ડૉક્ટરને ચેપ, અત્યાર સુધી 29 ડૉક્ટરો, હેલ્થ વર્કર્સ સંક્રમિત થયા

રવિવારે સિવિલ અને સોલા સિવિલમાં દર્દીની સારવાર કરતાં ડોકટર્સની સાથે વધુ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. પોઝિટિવ આવેલાં 29 લોકોમાં 18 ડોક્ટર્સ અને 11 ફ્રન્ટ લાઇન વર્કર્સનો સમાવેશ થાય છે.

જોકે, તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના એક સિનિયર ડોકટર સાથે સિવિલમાં કોરોના પોઝિટિવ ડોકટર્સનો આંકડો વધીને 15 અને સોલા સિવિલમાં 3 ડોકટર સાથે કુલ 18 ડોકટર્સ તેમજ 4 નર્સ કોરોનાથી સંક્રમિત થયા છે.

જ્યારે સોલા સિવિલમાં 3 ડોકટર અને 4 હોસ્પિટલ સ્ટાફ એમ કુલ 7 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સોલા સિવિલની સાથે સાથે આઇઆઇએમમાં પણ 1થી 9 જાન્યુઆરી સુધીમાં 805 લોકોના કોરોના ટેસ્ટ કરતા 54 રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.પોઝિટિવ આવેલા લોકોમાં 28 વિદ્યાર્થીઓ, 6 ફેકલ્ટી અને 14 કમ્યુનિટી મેમ્બરનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ આવેલા ફેકલ્ટીમાં 1 ફેકલ્ટી કેમ્પસમાં જ્યારે કે અન્ય 5 ફેકલ્ટી ક્વોરન્ટાઇનમાં છે.

Your email address will not be published.