બકરી ઈદે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત

| Updated: July 17, 2021 8:52 pm

બકરી ઇદનો તહેવાર નજીક આવી ગયો છે ત્યારે અમદાવાદના પોલીસ કમિશ્રર સંજય શ્રીવાસ્તવે એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને બકરી ઇદના દિવસ અંગે ગાઈડલાઇન આપી છે. આ તહેવાર નિમિતે મોટી મસ્જીદો, ઈદગાહોમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરવા માટે એકત્રિત થવાની શક્યતા હોવાથી ધાર્મિક આગેવાનો, ટ્રસ્ટીઓ, સંચાલકો, મૌલવીઓએ કોવિડ-19 અંગેની માર્ગદર્શિકા પાળવી પડશે.

કોરાના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તે મુજબ 17 જુલાઈ 2021ના રાતના 12 વાગ્યાથી લઈને 24 જુલાઈ 2021 સુધી અમલમાં રહેશે. જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે કોઈપણ વ્યકિતએ પશુની જાહેરમાં કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મોહલ્લામાં જાહેરમાં દેખાય તે રીતે કતલ કરવી નહીં, તેમજ કોઈ પણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં.

  • જાહેરનામાના મુદ્દા
  • કુરબાની પછી જાનવરના માંસ , હાડકાં અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં.
  • જાહેર જગ્યામાં કોઈપણ વ્યકિતએ થુંકવું નહીં.
  • કોવિડની મહામારી ચાલતી હોવાથી દરેક વ્યકિતએ માસ્ક પહેરાવનું રહેશે તથા સામાજીક અંતર જાળવવાનું રહેશે.
  • કોવિડની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આ હુકમનો ભંગ થશે તો ધ એપીડેમિક ડિસિઝ એક્ટ 1987 અને ધ ગુજરાત એપિડેમિક ડિસિઝ કોવિડ-19 રેગ્યુલેશન, 2020ની જોગવાઈઓ, ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ પ્રમાણે સજાને પાત્ર ગણાશે.

Your email address will not be published.