ક્રેડાઈ ગુજરાતમાં દર વર્ષે ત્રણ હજાર અગ્નિવીરોને નોકરી આપશેઃ સમગ્ર ભારતમાં ત્રીસ હજારને આપવા પ્રયત્નશીલ

| Updated: June 22, 2022 3:41 pm

અમદાવાદઃ ગુજરાત સ્થિત ડેવલપરોએ કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાને આવકારી છે. ક્રેડાઈ (કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન્સ ઓફ ઇન્ડિયા)ના ગુજરાત ચેપ્ટરે જણાવ્યું છે કે તેઓ દર વર્ષે અગ્નિવીરોને રિયલ્ટી સેક્ટરમાં ત્રણ હજાર નોકરી પૂરી પાડશે.

કેન્દ્ર સરકારે 14 જુને જાહેરાત કરી હતી કે તેઓ ચાર વર્ષ માટે નવા સૈનિકોને અગ્નિવીર યોજના હેઠળ ભરશે. અગ્નિવીરને મહિને 30 હજારથી 40 હજાર રૂપિયા પગાર મળશે. પસંદ થયેલા અગ્નિવીરોમાંથી 25 ટકાને જ લશ્કરીમાં રાયમી ધોરણે રખાશે અને બાકીના 75 ટકાને છૂટા કરવામાં આવશે. જો કે છૂટા થવા છતાં તેમને જંગી રકમ મળશે. રકમ સેટલે કે સેવાનિથિ 11.71 લાખ રૂપિયા હશે. એક રીતે તે તેમનું પીએફ જ હશે.

ક્રેડાઇના હોદ્દેદારો ગુજરાતના સીએમ ભુપેન્દ્રને મળ્યા હતા. રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અગ્નિપથ સ્કીમની વિગતો પૂરી પાડી હતી. ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે અમે અગ્નિપથ સ્કીમને આવકારીએ છીએ, આપણું લશ્કર શિસ્ત અને સમર્પણ માટે જાણીતું છે. આમ તે દર વર્ષે લગભગ 50 હજાર યુવાનોને ફિઝિકલ ફિટનેસની સાથે કૌશલ્ય પણ પૂરું પાડશે. સરકાર યુવાનોને ચાર વર્ષની તાલીમ પેટે આકર્ષક પેકેજ આપી રહી છે. તેઓ તેમને અગ્નિવીર ગ્રેજ્યુએટની ડિગ્રી પણ આપશે.

તેમણે જણાવ્યું હતું કે ક્રેડાઈ ગુજરાત દર વર્ષે ગુજરાતના રિયલ્ટી સેક્ટરમાં ત્રણ હજાર અગ્નિવીરોને નોકરી આપશે. ક્રેડાઈના સમગ્ર દેશમાં 26 ચેપ્ટર છે અને ક્રેડાઈ ગુજરાત ટીમ આ બધા ચેપ્ટરને આ સ્કીમ સમજાવશે. અમે પ્રયત્ન કરીશું કે ભારતનું રિયલ એસ્ટેટ સેક્ટર દર વર્ષે ત્રીસ હજાર અગ્નિવીરોને કાયમી નોકરી આપી શકે.

સરકારે આ સ્કીમ લોન્ચ કર્યા પછી ઘણા બધા સરકારી વિભાગો અને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ અગ્નિવીરોને નોકરીએ રાખવાની જાહેરાત કરી છે. તેના પગલે હવે ક્રેડાઈ પણ આવ્યું છે. હવે જો ગુજરાતની જેમ સમગ્ર દેશમાં ક્રેડાઈ અગ્નિવીરોને રાખવાની જાહેરાત કરે તો અગ્નિવીરોનો સમગ્ર લોટ જ ઉદ્યોગની અંદર શોષાઈ જશે.. ઉદ્યોગને આમ પણ તાલીમબદ્ધ વ્યક્તિઓની જરૂર હોય છે અને અગ્નિવીરની ભરતી તેઓને આ તક પૂરી પાડી શકે છે. આમ અગ્નિવીર અને રિયલ્ટી સેક્ટર બંને માટે આ વિન-વિન ડીલ હશે.

Your email address will not be published.