Vadodara મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની DP રાખી અધિકારીઓને છેતરવાનો પ્રયાસ

| Updated: July 29, 2022 9:56 am

Vadodara મ્યુનિસિપલ કમિશનર (VMC) કમિશનર શાલિની અગ્રવાલની વોટ્સએપના DPમાં ફોટો મુકીને કેટલાક અધિકારીઓને અજાણ્યા ઈસમોએ મેસેજ મોકલ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. સાયબર માફિયાઓએ શાલિની અગ્રવાલની તસ્વીરનો દુરુપયોગ કર્યો હોવાની હકીકત સામે આવી છે. આ અંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તાત્કાલિક વડોદરા પોલીસને જાણ કરી હતી.

સાયબર માફિયા દ્વારા મ્યુનિસિપલ કમિશનરનો ફોટો ડીપીમાં રાખી નાણાંકીય મદદ માગવામાં આવી રહી હતી અને અધિકારીઓને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કમિશનરે સમયસર પોલીસને જાણ કરતા આરોપીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધુ હતુ. આ અંગે IT વિભાગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શાલિની અગ્રવાલે જણાવ્યુ કે, પોલીસ વિભાગને આ અંગે જાણ કરી છે. અને પોલીસ દ્વારા આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે આગળ જણાવ્યુ કે, હું જાહેર જનતાને અપીલ કરવા માગુ છુ સાયબર ફ્રોડના ભોગ ન બને તેના માટે સાવધાન રહે. જ્યારે પણ કોઈપણ ફેક મેસેજ આવે તેનુ દરેક વ્યક્તિ ધ્યાન રાખે અને આ ફેક મેસેજ અંગે પોલીસને પણ જાણ કરે. કોઈપણ પ્રકારની ટ્રેપમાં ન આવે તેનુ લોકોએ જાતે ધ્યાન રાખવુ પડશે

આ પણ વાંચો: પંચ જળ સેતુ પ્રોજેક્ટ : પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા બીજા ક્રમે, મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલે તંત્રની મહેનતને બિરદાવી

Your email address will not be published.