બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના શો, મિજવાન કોચર ફેશન શો 2022 માટે તેમનો રનવે ડેબ્યૂ કર્યો હતો જે પછી તેમના ફોટા વાઇરલ થયા હતા.

આ સાથે આ ઇવેન્ટમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહેની સાથે કરણ જોહર, ગૌરી ખાન, ઈશાન ખટ્ટર, વિદ્યા બાલન, સહિત અનેક સેલિબ્રિટીઓ જોવા મળી હતી.



મનીષના કોચર શો મિજવાનના 10 વર્ષની ઉજવણી કરી હતી. ડિઝાઇનરે પણ આ દંપતીની કેટલીક તસવીરો પોસ્ટ કરી અને લખ્યું: “Gorgeousssssssss કપલ.” પરંતુ તેઓ ખરેખર સુંદર લાગી રહ્યા હતા.



આ દંપતીએ ગોલિયોં કી રાસલીલા રામ-લીલા બાજીરાવ મસ્તાની , પદ્માવત અને 83 સહિત અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું .આ બન્ને જોડી લોકોને ખુબ જ પંસદ આવી હતી.



છ વર્ષથી વધુ સમય સુધી ડેટિંગ કર્યા પછી, તેઓએ 2018 માં લગ્ન કર્યા હતા.તેઓ હમેંશા એક બિજાને સાથ આપતા જોવા મળે છે.જયારે દિપિકાની સાથે ડ્રગ્સ કેસમાં બોલાવામાં આવી હતી ત્યારે પણ રણવીર તેની સાથે હતો.તેનો હાથ પક્ડીને હિંમત આપતો નજરે પડી રહ્યો હતો.