DELHI COVID-19: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોનાને આપી મ્હાત

| Updated: January 9, 2022 1:26 pm

ભારત સાથે અનેક દેશોમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે ભારતની તો રોજના કેસમાં ડબલ વધારો જોવા મળી રહ્યો છે.દિલ્હી અને મુંબઇ કોરોનાનું કેન્દ્ર બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે.થોડા જ દિવસો પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાની વાત સામે આવી હતી.હાલ તેમણે ટિવીટ કરીને માહિતી આપી છે કે તેઓ હવે કોરોનાથી બહાર છે.અને તેઓ જનતાની સેવામાં ફરી હાજર થયા છે.

હું ફરી એકવાર તમારી સેવામાં હાજર છુ : અરવિંદ કેજરીવાલ
આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.તેમણે ટ્વીટ કરીને માહિતી આપતા લખ્યુ કે તેમનો કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેની સાથે તેમણે કહીયું કે કોરોનામાંથી સાજા થયા બાદ હું ફરી એકવાર તમારી સેવામાં હાજર છુ.કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા વિંનતી કરી હતી.

રાજધાનીમાં કોરોનાની રફ્તાર ખૂબ ઝડપી જોવા મળી રહી છે.કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે રાજધાનીમાં કોરોનાના 48,178 સક્રિય કેસ છે. જેમાંથી 1,480 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.વધી રહેલા કેસો સાથે કોરોનાની ત્રીજી લહેરની આશંકા જોવા મળી રહી છે.

Your email address will not be published.