સુરતમાં પ્રોફેસર યુવતીની આત્મહત્યા પાછળ ઘરેલુ કંકાસ અને ડિપ્રેશન જવાબદાર

| Updated: June 29, 2021 11:28 pm

બારડોલીની માલિબા કોલેજમાં પ્રોફેસર યુવતીના આપઘાત પ્રકરણમાં કૌટુંબિક કલેશથી સર્જાયેલું ‌ડિપ્રેશન જવાબદાર હોવાનું હાલ પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે મૂળ હરિયાણાના સોનિપતના વતની ફોરમ બાવેજાએ અગાઉ પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ટેકસટાઇલ મશીનરીના સ્પેરપાર્ટ્સ‌ના વ્યવસાય સાથે સંકળાયેલા અંકિત સાથે સાત વર્ષ અગાઉ ફોરમે લવમેરેજ કર્યા હતા. તેમને ‌સંતાનમા હાલ અઢી વર્ષનો પુત્ર છે.
લગ્ન બાદ થોડા સમયમાં જ રોજિંદા કામકાજની નજીવી બાબતમાં પારિવારિક કંકાસ થવા લાગ્યો હતો. જોકે, પતિ પત્ની વચ્ચે કોઈ મોટાપ્રો ઝગડાં ન હતાં. ગયા રવિવારે તેઓ સાપુતારા ફરવા પણ ગયા હતા. સોમવારે પણ ‌અચાનક જુની વાતોમાં તકરાર વધી ગયા બાદ ફોરમ બાવેજાએ એકલા પડતાં જ ‌હાથે બ્લેડ માર્યા બાદ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
બારડોલી નજીક માલિબા કોલેજમાં ફોરમ MSC વિભાગનાં પ્રોફેસર હતા. પરિવારના સભ્યોએ મીડિયાને જણાવ્યું કે, તેઓ માનસિક તાણનો શિકાર હતા.

Your email address will not be published.