SVPI એરપોર્ટ પર વિદેશી પ્રવાસીની અટકાયત; આંતરડામાંથી ડ્રગ્સની 95 કેપ્સ્યુલ મળી

| Updated: July 1, 2022 12:09 pm

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટના કસ્ટમ અધિકારીઓએ 30 વર્ષીય નાઇજિરિયન વિદેશી પ્રવાસીની અટકાયત કરી હતી. વિદેશી પ્રવાસી સોમવારે વહેલી સવારે દુબઇથી આવ્યો હતો અને તેની પાસે ડ્રગ્સ હોવાની શંકા હતી. તેની તપાસ કરતા આંતરડામાંથી ડ્રગ્સની 95 કેપ્સ્યુલ મળી આવી હતી.

અમીરાતની ફ્લાઈટમાં એક મુસાફર લાખો રૂપિયાનું ડ્રગ્સ લઈને જતો હોવાની માહિતીના આધારે કસ્ટમ અધિકારીઓએ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વોચ રાખી હતી. અધિકારીઓએ યુવકને અટકાવ્યો અને તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે અને સીટી સ્કેન માટે મોકલ્યો, જેમાં ખબર પડી કે ડ્રગનું કન્સાઈનમેન્ટ તેના મોટા આંતરડામાં હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાઈજીરિયન અમીરાતની ફ્લાઈટ મારફતે અમદાવાદમાં ઉતર્યો હતો. ટિપ-ઓફ બાદ કસ્ટમ અધિકારીઓ રાહ જોતા હતા. તેના શંકાસ્પદ વર્તન પછી આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

નાઈજિરિયનના પેટમાંથી મળી આવેલી કેપ્સ્યુલ્સની સંખ્યા અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કસ્ટમ અધિકારીઓને જણાવ્યું હતું કે, આ વ્યક્તિએ રેટ્રોગ્રેડ ઇન્સર્ટેશન કરાવ્યું હશે (ગુદામાર્ગમાંથી શરીરની વસ્તુઓને ધકેલવી) કારણ કે કોઈ પણ વ્યક્તિ માટે 95 ગોળીઓ ગળી શકવી અશક્ય છે કારણકે દરેક કેપ્સ્યુલ 2.5 ઇંચ લાંબી અને 1 ઇંચ પહોળી હતી.

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, આવી કેપ્સ્યુલ માત્ર શૌચ દ્વારા આંતરડામાંથી જ બહાર કાઢી શકાય છે. પટેલે જણાવ્યું હતું કે, “યુવકને આંતરડા સાફ કરવા માટે દવાઓ આપવામાં આવી હતી અને 95 કેપ્સ્યુલ પુનઃપ્રાપ્ત કરવામાં આવી હતી.”

આ પણ વાંચો: ઇન્ટરનેશનલ માફિયા સુધી પહોંચ્યા બોપલ ડ્રગ્સકાંડના છેડા

Your email address will not be published.