તપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને સાક્ષી (Sakshi Dhoni) ના લગ્નને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. 2010માં આ દિવસે માહીએ દેશની લાખો છોકરીઓના દિલ તોડી નાખ્યા હતા અને સાક્ષી સાથે સાત ફેરા લીધા હતા. આજે સાક્ષી-ધોની લાડલી દીકરી ઝીવાના પિતા છે.સાક્ષી તાજ હોટેલમાં હોટેલ મેનેજમેન્ટ ટ્રેઇની હતી જ્યારે તે 19 ડિસેમ્બર, 2007ના રોજ ભારતના કેપ્ટન એમએસ ધોનીને મળી હતી.

ભૂતપૂર્વ ભારતીય કપ્તાન એમએસ ધોનીએ (Dhoni-Sakshi Wedding Anniversary)વિશ્વભરના તમામ ક્રિકેટ પ્રેમીઓને અસંખ્ય યાદો આપી છે અને હાલના સમયમાં પણ તેઓ કોઇને ભુલાયા નથી.ધોની પોતાનું જીવન ખુબ સામાન્ય અને સાદગીથી જીવે છે.



સાક્ષીએ(Dhoni-Sakshi Wedding Anniversary) એક મડિયા સામે પોતાની ખાનગી વાત કહી હતી.તેણે કહ્યું કે તેને તાજ હોટલમાં ઇન્ટર્નશિપનો છેલ્લો દિવસ હતો.તયારે તે કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા અને ત્યારે પણ તેઓ સામાન્ય લાગતો હોવાનું જણાવ્યું હતું.ધણા લાંબા સમય પછી ડેટિંગ કર્યા પછી 4 જુલાઈ, 2010 ના રોજ લગ્ન જીવનમાં તેઓએ પ્રવેશ કર્યો હતો.2015 માં એક પુત્રી, ઝીવાનો જન્મ થયો હતો.



સાક્ષી ધોનીને(Dhoni-Sakshi Wedding Anniversary) એમએસ ધોની માટે લેડી લક કહેવામાં આવે છે. કારણ કે જ્યારથી સાક્ષી ધોનીની લાઈફમાં પત્ની તરીકે આવી ત્યારથી તેની કરિયર પણ આકાશને સ્પર્શવા લાગી હતી. લગ્નના બીજા વર્ષે (2011), ભારતે વર્લ્ડ કપ જીત્યો, તે પણ ધોનીની કેપ્ટન્સીમાં.