ધોનીની ફિનિશર ઈનિંગ: શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા, સર જાડેજા મેદાન વચ્ચે ધોનીના પગે લાગ્યો

| Updated: April 22, 2022 5:11 pm

ચેન્નાઈ અને મુંબઈ વચ્ચેની મેચમાં ધોનીએ છેલ્લી ઓવરમાં શાનદાર બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી. છેલ્લી ઓવરમાં 17 રનની જરુર હતી, જેમાં ધોનીએ ચાર બોલમાં 16 રન કર્યા હતા. ધોનીએ 13 બોલમાં 28 રન કર્યા હતા. જો કે આ દરમિયાન કોમેન્ટરે ધોનીની ઘાતક બેટિંગ પર કોમેટ કરતા કહ્યુ કે શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા હૈ.

મહેન્દ્ર સિંહ ધોનીની શાનદાર ઈનિંગ જોઈને સર જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં જાડેજા મુંબઈના પ્લેયર વચ્ચે જ ધોનીને પગે લાગ્યો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં ધોનીને પગે લાગતો વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આની સાથે જ ચેન્નઈની ટીમે ફરીથી વિનિંગ ટ્રેકમાં સ્થાન મેળવ્યું છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ 13 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી કુલ 28 રન કર્યા હતા. આ દરમિયાન તેણે છેલ્લા બોલ સુધી ક્રીઝ પર બેટિંગ કરી ચેન્નઈને રોમાંચક મેચમાં જિતાડી દીધી હતી. આની સાથે જ ચેન્નઈની 7 મેચમાં આ બીજી જીત છે. જ્યારે ટીમને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં CSK 4 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. આની સાથે જ મુંબઈની આ સતત 7મી હાર છે. આ સિઝનમાં MIની ટીમ અત્યારસુધી એક પણ મેચ જીતી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સે જો પ્લેઓફ રમવાની રેસમાં રહેવું હોય તો બાકીની સાત મેચ જીતવી જ પડશે.

Your email address will not be published.