ડિજિલોકરની સુવિધા હવે વોટ્સએપ પર પણ ઉપલબ્ધઃ કરોડો નાગરિકોને ફાયદો

| Updated: May 24, 2022 4:35 pm

નવી દિલ્હીઃ લોકો વધુને વધુ પ્રમાણમાં સરકારી સેવાઓનો લાભ લઈ શકે તે માટે સરકાર દ્વારા વધુ એક નવી પહેલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સામાન્ય લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શરૂ કરેલી ખાસ સગવડ ડિજીલોકરનો ઉપયોગ હવે વોટ્સએપ પર પણ કરી શકાશે. વોટ્સએપ પરથી My Govમાં જઈને તમે સરકારી સગવડોનો ઉપયોગ કરી શકો છો.

સરકારની આ પહેલના લીધે લોકો માટે સરકારી સગવડોની પહોંચ વધુ સરળ બનશે. ડિજીલોકર ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળની એક મોટી પહેલ છે. ડિજિટલ દસ્તાવેજ વોલેટ દ્વારા અધિકૃત દસ્તાવેજોને વોલેટ એક્સેસ આપવાનો છે.

ડિજીલોકર દ્વારા તેમના તમામ સંપૂર્ણ દસ્તાવેજો ડિજિટલ વોલેટમાં સલામત રાખી શકાશે. આ સાથે ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવેલા તમામ દસ્તાવેજોને સંપૂર્ણપણે અધિકૃત અને માન્ય ગણવામાં આવે છે. ડિજીલોકરમાં જારી કરાયેલા તમામ દસ્તાવેજો મૂળ ભૌતિક દસ્તાવેજો તરીકે માન્ય ગણવામાં આવે છે.

એક નિવેદન મુજબ નાગરિકો હવે વોટ્સએપ પર My Gov હેલ્પડેસ્ક દ્વારા ડિજિલોકર સેવાઓને એક્સેસ કરી શકે છે. ડિજિલોકર એક મહત્વની નાગરિક સેવા છે, જે My Gov દ્વારા વોટ્સએપ પર આપવામાં આવશે.

આ સેવાઓમાં ડિજીલોકર એકાઉન્ટ બનાવવું પડશે અને પ્રમાણિત કરવું પડશે. આ સાથે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં વોટ્સએપ વપરાશકર્તાઓ વોટ્સએપ નંબર +91 9013151515 પર હેલો અથવા હાય અથવા ડિજિલોકર લખીને ચેટબોટને એક્સેસ કરી શકે છે.

My Govના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) અભિષેક સિંઘે જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ વોટ્સએપના સરળતાથી સુલભ પ્લેટફોર્મ દ્વારા નાગરિકોને આવશ્યકક સેવાઓ પૂરી પાડવાનો છે. આ નવી પહેલ પર ટિપ્પણી કરતાં વોટ્સએપના ડાયરેક્ટર શિવનાથ ઠકરાલે જણાવ્યું હતું કે દેશને ડિજિટલી રીતે મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે.

Your email address will not be published.