બોલિવૂડની ‘બોબી ગર્લ’ ડિમ્પલ કાપડિયાએ 65મો જન્મદિવસ ઉજવ્યો

| Updated: June 8, 2022 2:43 pm

બોલિવૂડની અભિનેત્રી ડિમ્પલ કાપડિયાના આજે 65 વર્ષ પૂરા થયા છે. આ નિમિતે તેમણે પોતાના 65માં જન્મદિવસની ધામ-ધૂમથી ઉજવણી કરી છે. આ ઉજવણીમાં તેમની બંને પુત્રીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. તેમાં ટ્વિંકલ ખન્નાનો સુપરસ્ટાર પતિ અક્ષય કુમાર પણ હાજર હતો.

ડિમ્પલ કાપડિયાનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા ચુન્નીભાઈ કાપડિયા મોટા વેપારી હતા. ડિમ્પલે રાજ કપૂર દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો અને  16 વર્ષની ઉંમરે, રાજ કપૂરના દિગ્દર્શક બોબી ફિલ્મમાં  ઋષિ કપૂર સાથે કામ કર્યું હતું ,જે બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી.

49 વર્ષ પહેલા ડિમ્પલ કાપડિયાએ માત્ર 14 વર્ષની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આટલા લાંબા કરિયરમાં ડિમ્પલ કાપડિયાએ ઘણી હિટ અને યાદગાર ફિલ્મો આપી તેમજ  ઘણા એવોર્ડ પણ  જીત્યા છે.  ડિમ્પલે ખૂબ જ નાની ઉંમરમાં સફળતા મેળવી હતી. ડિમ્પલ કાપડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની અદભુત શૈલી માટે જાણીતી છે. બોબી ફિલ્મમાં સ્ટીરિયોટાઇપને તોડીને ડિમ્પલે પોતાનો બિકીની અવતાર બતાવીને ચાહકોને ચોંકાવી દીધા હતા. પોતાની ફિલ્મી સફર સિવાય ડિમ્પલ પોતાની પર્સનલ લાઈફને કારણે પણ હેડલાઈન્સમાં રહી છે.

ડિમ્પલ કાપડિયા અભિનેતા રાજેશ ખન્નાની ખૂબ જ મોટી ચાહક હતી, તેણે તેની ડેબ્યૂ ફિલ્મ બોબીની રિલીઝના 6 મહિના પહેલા જ તેની સાથે લગ્ન કરી લીધા હતા. થોડા સમય પછી, અભિનેત્રીએ અભિનય છોડી દીધો અને તેના લગ્ન જીવન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

જો કે, ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના 1982 માં અલગ થઈ ગયા હતા, જેના પછી અભિનેત્રીએ ફિલ્મોમાં પુનરાગમન કર્યું અને કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો  આપી હતી. ડિમ્પલે સાગર, રામ લખન બટવારા, દિલ ચાહતા હૈ જેવી ફિલમોંમાં કામ કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: સુરેન્દ્રનગરમાં 2 વર્ષનો બાળક ખુલ્લા બોરવેલમાં પડ્યો

Your email address will not be published.