સુરેન્દ્રનગરમાં ક્લેક્ટરના ચાર્જમાં 3 મહિનાથી જિલ્લા વિકાસ અધિકારી ફરજ પર

| Updated: May 17, 2022 4:50 pm

ગુજરાત સરકારમાં IAS કક્ષાના અધિકારીઓએને એક બાજુ રાજય સરકારમાંથી ડેપ્યુટેશન પર કેન્દ્રમાં અને વિદેશમાં મોકલવામાં આવે છે, ત્યારે બીજું બાજુ રાજયના મધ્યમાં રહેલા, સુરેન્દ્રનગરમાં જિલ્લામાં સરકાર પાસે મૂકવા માટે ક્લેક્ટર નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી કામ અને નીતિ વિષયક નિર્ણય લેવા માટે ક્લેક્ટર નથી અને ક્લેક્ટરના ચાર્જમાં 3 મહિનાથી જિલ્લા વિકાસ અધિકારી ફરજ નિભાવે છે.

આ મુદ્દે કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યુ કે અમારો જિલ્લો મોટો છે. અમારે ત્યાં તો સરકારે ખાસ રીતે ધ્યાન રાખીને રેગ્યુલર ક્લેક્ટર મૂકવા જોઈએ, અમારા જિલ્લાની વસ્તી આશરે 10 લાખની છે પરંતુ 3 મહિનાથી ક્લેક્ટરની નિયુક્તિ સરકારે કરી નથી. પહેલાના કલેક્ટરની કેન્દ્રિય મંત્રી ડો મહેન્દ્ર મુંજપુરાના પી એ તરીકે મૂકવામાં આવ્યા. ત્યારબાદ નવ કલેક્ટરની નિમણૂક સરકારે કરી નથી. આ કારણે વહીવટી કામો અટવાયા છે અને ઇનચાર્જ કલેક્ટર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી છે જેથી નીતિ વિષયક કામો થઈ રહ્યા નથી.

ડો મહેન્દ્ર મુંજપુરા સુરેન્દ્રનગરથી લોકસભાના સાંસદ છે અને કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયમાં મંત્રી છે જ્યારે રાજય સરકારના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બેઠક પરથી ધારાસભ્ય છે. બે મંત્રીઓ હોવા છતાં જિલ્લામાં કાયમી ક્લેક્ટર ન હોવાની અગવડ જિલ્લાના લોકો ભોગવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ક્લેક્ટર ન હોવાને કારણે જિલ્લા વિકાસ અધિકારીને વધારાનો ક્લેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્યમાં 250થી વધુ સનદી અધિકારીઓ હોવા છતાં ચાર્જ ઉપર જિલ્લાનો વહીવટ ચાલતો હોય, રાજય સરકાર માટે શરમની વાત છે. નાના અને નવા બનેલા જિલ્લામાં જો સરકાર ક્લેક્ટરની નિમણૂક તત્કાલિન ધોરણે કરતી હોય તો સુરેન્દ્રનગર જેવા વિશાળ જિલ્લામાં કાયમી ક્લેક્ટરની નિમણૂક કરવી સરકાર માટે જરૂરી કહી શકાય.

Your email address will not be published.